શોધખોળ કરો
Advertisement
બે નંબરના કામો બંધ થશે તો બ્લેકમની દૂર થશે, માત્ર નોટબંધીથી નહી : નીતીશ કુમાર
નવી દિલ્લી: હિંદુસ્તાન ટાઈમ્સના લિડરશિપ સમિટમાં બિહારના મુખ્યમંત્રી નાતીશ કુમારે પીએમ મોદી દ્વારા લગાવવામાં આવેલી નોટબંધી પર કટાક્ષ કરતા કહ્યું બે નંબરના કામ બંધ થશે તો કાળાનાણા દૂર થશે, માત્ર નોટબંધીથી નહી.
નીતીશ કુમારે કહ્યું હાલાતના હિસાબે મહાગઠબંધન બનાવ્યુ હતું. પોતાની સરકારની તારીફ કરતા નીતીશ કુમારે કહ્યુ કે એમે ધણી યોજનાઓ શરૂ કરી છે.
તેમણે વાતચીતના કાર્યક્રમમાં કહ્યું કે દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવાની યોજના છે. બધા માટે પાણી, રોડ રસ્તા, વીજળી અને રોજગાર આપવામાં આવશે. લોકોએ તક આપી અને અમે દારૂબંધી પણ કરી. ચૂંટણી પહેલા જે કહ્યું હોય તેને લાગૂ કરવું જોઈએ. શહાબુદિન મુદ્દે તેમણે કહ્યું કાનૂન શાસનના મામલે કોઈ કરાર નથી.
બિહારમાં ભષ્ટાચાર સંબંધમાં પૂછવા પર કહ્યું અમે ભ્રષ્ટ અધિકારીઓની સંપતિ જપ્ત કરી છે. મારા કામને બિહારમાં જઈને જુઓ.
મહાગઠબંધન 2019 સુધી ચાલશે તેમ પૂછવા પર નીતીશ કુમારે કહ્યું ગઠબંધન પર સવાલો ઉઠાવવા બેકાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement