શોધખોળ કરો
Advertisement
અત્યાર સુધી 25 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોનાની રસી : સ્વાસ્થ્ય મંત્રાલય
દેશમાં કોરોના વાયરસ અને વેક્સિનની સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ગુરૂવારે 2 કલાક સુધી 25 લાખથી વધુ કોવિડ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ અને વેક્સિનની સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ગુરૂવારે 2 કલાક સુધી 25 લાખથી વધુ કોવિડ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. દેશમાં આ સમયે 1,73,000 સક્રિય કેસ છે. કોરોનાથી દરરોજ થતા મૃત્યુ 125થી ઓછા થઈ ગયા છે.
તેમણે કહ્યું કે, પહેલા 10 લાખ લોકોના રસીકરણ સુધી પહોંચવા માટે ભારત સૌથી ઝડપી હતું. આપણે છ દિવસમાં સ્થાન મેળવ્યું છે. અમેરિકાએ 10 દિવસમાં, સ્પેને 12 દિવસ, ઇઝરાયલ 14 દિવસ, બ્રિટન 19 દિવસ, જર્મનીમાં 20 દિવસ અને યૂએઈમાં 27 દિવસમાં આ કામ થયું હતું. 16 જાન્યુઆરીથી આપણે 3374 વેક્સિનેશન સેશન કર્યા. 19 જાન્યુઆરીએ સંખ્યા વધીને 3800 સેશન થી. 22 જાન્યુઆરીએ 6200 સેશન થયા. 25 જાન્યુઆરીએ 7700 વેક્સિન સેશન કર્યા. આજે 9000 કેન્દ્રો પર વેક્સિન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે રસીકરણમાં ઓરિસ્સા, હરિયાણા, રાજસ્થાન, તેલંગણા, આંધ્ર પ્રદેશનું સારૂ પ્રદર્શન રહ્યું છે. આ રાજ્યોમાં 35 ટકાથી વધુ સ્વાસ્થ્ય કર્મીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તમિલનાડુ, દિલ્હી, ઝારખંડ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્રમાં 21 ટકાથી ઓછુ રસીકરણ કરવામાં આવ્યું, તેમાં સુધારાની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement