Parliament Monsoon Session: 'મણિપુરની ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું, દોષિતોને કડક સજા અપાવીશુ' : વડાપ્રધાન મોદી
મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને બે મહિલાઓને નગ્ન પરેડ કરાવી હોવાનો વીડિયો વાયરલ થયો હતો
મણિપુરમા હિંસા યથાવત છે. મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને બે મહિલાઓને નગ્ન પરેડ કરાવી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. હવે આ મામલે વડાપ્રધાન મોદીએ મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે તેમને આ મામલે ખૂબ જ દુઃખ છે. સંસદના ચોમાસુ સત્ર શરૂ થાય તે અગાઉ વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જ્યારે આપણે શ્રાવણ મહિનામાં લોકતંત્રના આ મંદિરમાં મળી રહ્યા છીએ ત્યારે મને વિશ્વાસ છે કે તમામ સાંસદો સાથે મળીને લોકોના કલ્યાણ માટે કામ કરશે અને સાંસદ તરીકેની પોતાની જવાબદારીઓ નિભાવશે.
PM Narendra Modi says, "My heart is filled with pain and anger. The incident from Manipur that has come before us is shameful for any civilised society. I urge all the CMs to further strengthen law & order in their states - especially for the security of women and take the… pic.twitter.com/SKLTtpAjuo
— ANI (@ANI) July 20, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ સત્રમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા હતા. મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. પવિત્ર કાર્યો માટે શ્રાવણ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે જ્યારે આપણે પવિત્ર શ્રાવણ માસમાં લોકશાહીના મંદિરમાં મળી રહ્યા છીએ. લોકશાહીના મંદિરમાં આવું પુણ્ય કાર્ય કરવા માટે આનાથી વધુ સારી તક ન હોઈ શકે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિશ્વાસ છે કે તમામ સાંસદો સાથે મળીને આ સત્રનો જનહિતમાં મહત્તમ ઉપયોગ કરશે. સંસદમાં તમામ સાંસદની જે જવાબદારી છે જેમ કે કાયદો બનાવવો, તેના પર વિગતવાર ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે.
#WATCH | Prime Minister Narendra Modi says, "...I assure the nation, no guilty will be spared. Law will take its course with all its might. What happened with the daughters of Manipur can never be forgiven." pic.twitter.com/HhVf220iKV
— ANI (@ANI) July 20, 2023
પીએમ મોદીએ કહ્યું હતું કે મારું મન ગુસ્સાથી ભરેલું છે. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે કોઇ પણ દોષિતને છોડવામાં નહી આવે. કાયદો પોતાની તમામ શક્તિથી કાર્યવાહી કરશે. મણિપુરની દીકરીઓ સાથે જે પણ થયું છે તેને ક્યારેય માફ કરી શકાય નહીં.
મણિપુરમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરાવવાની ઘટના પર વડાપ્રધાને કહ્યું કે મણિપુરમાં જે બની છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. સમગ્ર દેશનું અપમાન થઈ રહ્યું છે. હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોની સુરક્ષા માટે કડક પગલા લેવામાં આવે. નોંધનીય છે કે મણિપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ગુસ્સો છે.