શોધખોળ કરો
Advertisement
નાગરિકતા સંશોધન બિલ પાસ થવા પર PM મોદીએ આજના દિવસને ગણાવ્યો ઐતિહાસિક
વડાપ્રધાન મોદીએ બિલ પાસ કરાવવા બદલ તમામ સાંસદોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દેશના ઈતિહાસમાં આજનો દિવસ માઈલસ્ટોન છે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ 2019 લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 125 મત મળ્યા હતા જ્યારે બિલના વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. હવે આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. જેમની મંજૂરી બાદ બિલ કાયદો બની જશે. આ બિલ પાસ થવા પર વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી છે અને આજના દિવસને દેશ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે.
વડાપ્રધાન મોદીએ બિલ પાસ કરાવવા બદલ તમામ સાંસદોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દેશના ઈતિહાસમાં આજનો દિવસ માઈલસ્ટોન છે. આ બિલ એ લોકોના દર્દને દુર કરશે જેમણે વર્ષો સુધી પીડાઓ સહન કરી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરી કે, "આજનો દેશ ભાઈચારા માટે ઐતિહાસિક દિવસ છે. નાગરિકતા સંશોધન બિલ 2019 રાજ્યસભામાં પાસ થઈ જતા ખુબ આનંદ થયો. જે સાંસદોએ તેના પક્ષમાં મતદાન કર્યું તેમનો આભાર. આ બિલ વર્ષોથી ઉત્પીડનનો દંશ ઝેલી રહેલા લોકોને રાહત આપશે."
ગૃહમંત્રી અમિત શાહે પણ બિલ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, "નાગરિકતા સંશોધન બિલ 2019 સંસદમાં પાસ થઈ ગયું. કરોડો વંચિતો અને પીડિત લોકોનું નાગરિકતાનું સપનું આજે પૂરું થયું. આ પ્રભાવિત લોકોને સન્માન અને સુરક્ષા નિશ્ચિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હું આભારી છું. હું તે તમામ સાથીઓનો આભાર માનું છું કે જેમણે આ બિલને સમર્થન આપ્યું"A landmark day for India and our nation’s ethos of compassion and brotherhood!
Glad that the #CAB2019 has been passed in the #RajyaSabha. Gratitude to all the MPs who voted in favour of the Bill. This Bill will alleviate the suffering of many who faced persecution for years. — Narendra Modi (@narendramodi) December 11, 2019
નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ થતાં સોનિયા ગાંધીએ કહ્યું- બંધારણીય ઈતિહાસનો કાળો દિવસAs the Citizenship Amendment Bill 2019 passes in the Parliament, the dreams of crores of deprived & victimised people has come true today.
Grateful to PM @narendramodi ji for his resolve to ensure dignity and safety for these affected people. I thank everyone for their support. — Amit Shah (@AmitShah) December 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement