સરકાર આપી રહી છે 3000 રૂપિયાનુ માસિક પેન્શન, 46 લાખ લોકોએ કરાવ્યુ રજિસ્ટ્રેશન, તમે પણ જાણો સ્કીમ વિશે.......
આ યોજના અંતર્ગત અસગંઠિત ક્ષેત્રના લગભગ 46 લાખ કામદારોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. શ્રમ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરીને આ વિશે જાણકારી આપવામાં આવી છે.
Pradhan Mantri Shram Yogi Maan-dhan Yojana: કેન્દ્ર સરકાર (Central Government) તરફથી કેટલાય પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત ખેડૂતો, મજૂરો, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકો અને ગરીબોને આર્થિક સહાયતા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના (PM- SYM) આમાંથી જ એક છે. આ યોજના અંતર્ગત અસગંઠિત ક્ષેત્રના લગભગ 46 લાખ કામદારોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. શ્રમ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરીને આ વિશે જાણકારી આપવામાં આવી છે.
2019માં શરૂ થઇ હતી યોજના-
સરકારે માસિક પેન્શન તરીકે વૃદ્ધાવસ્થામાં સામાજિક સુરક્ષા પ્રદાન કરવાના ઉદેશ્યથી 2019માં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને 60 વર્ષની ઉંમર બાદ 3,000 રૂપિયાની ન્યૂનત્તમ સુનિશ્ચિત માસિક પેન્શન આપવામાં આવશે.
25 નવેમ્બર સુધી લગભગ 46 લાખ લોકોએ કરાવ્યુ રજિસ્ટ્રેશન-
શ્રમ મંત્રાલય અનુસાર 25 નવેમ્બર, 2021ની સ્થિતિ અનુસાર અસંગઠિત ક્ષેત્રના કુલ 45,77,295 કામદારોએ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.
દરેક મહિને મળશે 3000 રૂપિયા-
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના (PMSMY)માં તમે દરરોજ માત્ર 2 રૂપિયાનુ રોકાણ કરીને વૃદ્ધાવસ્થામાં 3000 રૂપિયા મન્થલી પેન્શન મેળવી શકો છો. પેન્શનનો ફાયદો તમને 60 વર્ષની ઉંમર બાદ મળવાનો શરૂ થઇ જાય છે. આ યોજના અંતર્ગત તમે વૃદ્ધાવસ્થાને સિક્યૉર બનાવી શકો છો.
18 વર્ષથી કરી શકો છો રોકાણ-
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંતર્ગત વ્યક્તિ પોતાની ઉંમરના હિસાબે રોકાણ કરી શકે છે. જો તમે 18 વર્ષના છો તો દર મહિને 55 રૂપિયાનુ રોકાણ કરવુ પડશે. 19 વર્ષની ઉંમરના લોકોને દર મહિને 100 રૂપિયા અને 40 વર્ષની ઉંમરના લોકોને દર મહિને 200 રૂપિયાનુ રોકાણ કરવુ પડશે. સરકારે એક વ્યવસ્થા એ પણ કરી છે કે જો પેન્શન સેવા શરૂ થયા પહેલા જ લાભાર્થીનુ મૃત્યુ થઇ જાય છે, તો તેના પતિ/પત્નીને પેન્શનના 50 ટકા રકમ મળશે.
કયા લોકો માટે છે ફાયદાકારક-
આ યોજના એ લોકો માટે લાભકારી છે, જે મજૂર, ડ્રાઇવર, હાઉસ હેલ્પ, મોચી, દરજી, રિક્શા ચાલક વગેરે જેવા અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે. સરકારી આંકાડાઓ પ્રમાણે આજના જમાનામાં દેશના અસંગઠિત ક્ષેત્રમાં લગભગ 42 કરોડ લોકો કામ કરે છે.