શોધખોળ કરો
સીમા વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી- સરકાર સ્પષ્ટતા કરે ચીની સૈનિકો ભારતમાં ઘૂસ્યા છે કે નહીં?
એક સમાચારને શેર કરતાં રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું- શું ભારત સરકાર એ વાતની સ્પષ્ટતા કરી શકે છે કે કોઇ ચીની સૈનિક ભારતમાં નથી આવ્યા?
![સીમા વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી- સરકાર સ્પષ્ટતા કરે ચીની સૈનિકો ભારતમાં ઘૂસ્યા છે કે નહીં? Rahul gandhis statement on chinese soldiers entered india સીમા વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી- સરકાર સ્પષ્ટતા કરે ચીની સૈનિકો ભારતમાં ઘૂસ્યા છે કે નહીં?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/03182342/Rahull-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધી સરકાર પર ચીનની સાથે સૈન્ય ગતિરોધ પર સવાલો કર્યા છે. રાહુલ ગાંધીએ પુછ્યુ કે શું સરકાર આ વાતની સ્પષ્ટતા કરી શકે છે કે ચીની સૈનિકો ભારતમાં ઘૂસ્યા છે કે નહીં?
એક સમાચારને શેર કરતાં રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું- શું ભારત સરકાર એ વાતની સ્પષ્ટતા કરી શકે છે કે કોઇ ચીની સૈનિક ભારતમાં નથી આવ્યા?
આ સમાચારમાં કહેવાયુ છે કે ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં સૈન્ય ટકરાવની સમસ્યાના સમાધાન માટે ટૉપ મિલિટરી ઓફિસર 6 જૂને મીટિંગ કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારત-ચીન બોર્ડર પર ચાલી રહેલા ગતિરોધના સંદર્ભમાં બુધવારે કહ્યું કે પૂર્વીય લદ્દાખમાં ચીની સૈનિક મોટી સંખ્યામાં આવી ગયા છે. ભારતે સ્થિતિને નિપટાવવા માટે તમામ જરૂરી પગલા ભર્યા છે.
સીમા વિવાદ પર આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે નિવેદન આપ્યુ હતુ કે, ભારત પોતાની સ્થિતિથી પાછળ હટવાનુ નથી. પૂર્વી લદ્દાખમાં સંવેદનશીલ વિસ્તારમાં વર્તમાન સ્થિતિ વિશે પુછવામાં આવ્યુ ત્યારે રાજનાથે કહ્યું કે, ચીની ત્યાં સુધી આવી ગયા છે, જેના પર તે પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરે છે, જ્યારે ભારતનુ માનવુ છે કે આ વિસ્તાર આપણો છે.
એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં રાજનાથ સિંહે કહ્યું- તેને લઇને એક મતભેદ થયો છે, અને મોટી સંખ્યામાં ચીનના લોકો પણ આવી ગયા છે, પણ ભારતે પણ પોતાના તરફથી જે કંઇક કરવુ જોઇએ તે ભારતે કર્યુ છે. રક્ષા મંત્રીની ટિપ્પણીઓને વિવાદિત વિસ્તારોમાં ચીની સૈનિકોની મોટી સંખ્યામાં હાજરીની પહેલી અધિકારીક પુષ્ટિ તરીકે જોવામાં આવી રહી છે. આ વિસ્તારો વિશે ભારતનુ કહેવુ છે કે આ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતની બાજુએ છે.
રાજનાથ સિંહે કહ્યું કે ડોકલામ વિવાદનુ સમાધાન કૂટનીતિક અને સૈન્ય વાર્તાના માધ્યમથી થયુ હતુ, અમે આ રીતની સ્થિતિઓની વિગતોમાં પણ આ રીતનુ સમાધાન મેળવ્યુ છે. હાલના મુદ્દે સમાધાન માટે સૈન્ય અને કૂટનીતિક સ્તર પર વાતચીત ચાલુ છે.
![સીમા વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી- સરકાર સ્પષ્ટતા કરે ચીની સૈનિકો ભારતમાં ઘૂસ્યા છે કે નહીં?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/03182433/Rahull-03-300x192.jpg)
![સીમા વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી- સરકાર સ્પષ્ટતા કરે ચીની સૈનિકો ભારતમાં ઘૂસ્યા છે કે નહીં?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/03153722/Rajnath-01-300x225.jpg)
![સીમા વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી- સરકાર સ્પષ્ટતા કરે ચીની સૈનિકો ભારતમાં ઘૂસ્યા છે કે નહીં?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/03153748/China-01-300x187.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)