શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં મોડી રાતથી વરસાદની રમઝટ, ગુજરાતમાં પણ જલદી ચોમાસાની એન્ટ્રી
મુંબઈઃ મુંબઇમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને શુક્રવારે રાત્રે મુંબઇમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ શનિવાર સવારથી પણ વરસાદ ચાલુ રહેતાં મુંબઈગરાઓને ભારે રાહત થઈ છે. મુંબઈમાં પડેલા વરસાદના કારણે ગરમીથી ત્રસ્ત ગુજરાતમાં પણ બહુ ઝડપથી વરસાદ પડશે અને લોકોને રાહત થશે તેવી આશા ઉભી થઈ છે.
ગઈ રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે મુંબઇમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. થાણે, ચેમ્બુર, કલ્યાણ સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. વરસાદના કારણે લોકલ ટ્રેનો ૧૫ થી ૨૦ મિનિટ મોડી જઇ રહી છે.
અલબત્ત મુંબઇ ડિવીઝનના હવામાન જાહેર કર્યુ છે કે હજુ ચોમાસુ મુંબઈમાં પહોંચ્યુ નથી પણ પ્રિમોન્સુ એક્ટિવિટીના લીધે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી બે દિવસની અંદર મુંબઈ પહોંચશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૧૨ જૂન પછી ચોમાસુ મુંબઈમાં પહોંચશે અને પશ્ચિમી પવનો વહેતા થાય પછી ચોમાસુ બરાબર જામે તેવી શકયતા છે. મહારાષ્ટ્રની સરહદ સુધી ચોમાસુ પહોંચી ગયું હોવાનું હવામાન સુત્રોએ જણાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion