શોધખોળ કરો

Voter List 2026: યાદીમાંથી 1 કરોડ નામ ગાયબ! તમારું નામ છે કે નહીં? ઘરે બેઠા આ રીતે કરો ચેક

SIR બાદ ચૂંટણી પંચે 5 રાજ્યોનો ડ્રાફ્ટ જાહેર કર્યો: પશ્ચિમ બંગાળ-રાજસ્થાનના લોકો ખાસ વાંચે, જો નામ ન હોય તો ભરો Form-6.

SIR draft electoral roll: ભારતીય Election Commission (ચૂંટણી પંચ) એ 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા, પુડુચેરી અને લક્ષદ્વીપ માટે નવી Draft Voter List જાહેર કરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ યાદીમાંથી 1 કરોડથી વધુ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જો તમે આ રાજ્યોના વતની હોવ, તો તમારું નામ યાદીમાં બોલે છે કે નહીં તે ચકાસવું અનિવાર્ય છે. અહીં અમે તમને ECINET App અને વેબસાઈટ દ્વારા ઘરે બેઠા સ્ટેટસ ચેક કરવાની સરળ રીત જણાવીશું.

દેશમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચે કમર કસી છે. મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ, SIR હેઠળની ચકાસણી બાદ મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે 27 ઓક્ટોબર સુધી આ 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 13.36 કરોડ મતદારો હતા. પરંતુ નવી ડ્રાફ્ટ યાદીમાં આ આંકડો ઘટીને 12.32 કરોડ થઈ ગયો છે. એટલે કે સીધા 1 કરોડથી વધુ નામો યાદીમાંથી બાકાત કરવામાં આવ્યા છે. જેમાં મૃત્યુ પામેલા, સ્થળાંતરિત થયેલા અને બોગસ મતદારોનો સમાવેશ થાય છે.

ઘરે બેઠા આ રીતે કરો ચેક

તમારું નામ સુરક્ષિત છે કે નહીં તે જાણવા માટે તમારે કોઈ સરકારી કચેરીએ જવાની જરૂર નથી. તમે તમારા સ્માર્ટફોનથી જ આ માહિતી મેળવી શકો છો:

સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી ‘ECINET’ એપ ડાઉનલોડ કરો.

એપ ઓપન કરીને 'Search Your Name in Voter List' વિકલ્પ પસંદ કરો.

તમારો EPIC Number (વોટર આઈડી કાર્ડ નંબર) એન્ટર કરો.

જો તમારું નામ યાદીમાં હશે તો તમામ વિગતો સ્ક્રીન પર દેખાશે. આ ઉપરાંત તમે voters.eci.gov.in વેબસાઈટ પર જઈને અથવા SIR ફોર્મ પરનો QR કોડ સ્કેન કરીને પણ વિગતો મેળવી શકો છો.

જો નામ યાદીમાં ન હોય તો શું કરવું?

જો તમારું નામ ડ્રાફ્ટ લિસ્ટમાં નથી, તો ગભરાશો નહીં. નામ ફરીથી ઉમેરવા માટે તમારે તાત્કાલિક Form-6 ભરવું પડશે. આ ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે તમારા વિસ્તારના BLO (બૂથ લેવલ ઓફિસર) ને જમા કરાવો. ઘણીવાર કમિશન તમને સુનાવણી માટે બોલાવી શકે છે, જ્યાં તમારે તમારી ભારતીય નાગરિકતા અને મતદાન પાત્રતાના પુરાવા રજૂ કરવા પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?

સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા

વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'

‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત

વિડિઓઝ

PM Modi In Rajkot: રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
PM Modi Speech: સોમનાથ સ્વાભિમાન પર્વમાં PM મોદીનું સંબોધન
Ambalal Patel Forecast on Uttarayan : પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી
Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક

'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી

સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી

લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત

Embed widget