શોધખોળ કરો
Advertisement
Coronavirus: ઘરે પરત ફરનારા મજૂરોની રેલવે યાત્રાનો ખર્ચ ઉઠાવશે કોંગ્રેસ, સોનિયા ગાંધીએ કરી જાહેરાત
પ્રદેશ કોંગ્રેસ કમિટીનું દરેક એકમ જરૂરિયાતમંદ શ્રમિક તથા કામદારને ઘરે પરત ફરવાની રેલવે ટિકિટનો ખર્ચ ઉપાડશે અને તે માટે જરૂરી પગલા લેશે તવો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિર્ણય લીધો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે દેશભરમાં ફસાયેસા શ્રમિકો માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, દેશભરમાં ફસાયેલા મજૂરોને પરત લાવવાનો રેલવેનો ખર્ચ કોંગ્રેસ પાર્ટી ઉઠાવશે.
પ્રદેશ કોંગ્રેસ કમિટીનું દરેક એકમ જરૂરિયાતમંદ શ્રમિક તથા કામદારને ઘરે પરત ફરવાની રેલવે ટિકિટનો ખર્ચ ઉપાડશે અને તે માટે જરૂરી પગલા લેશે તવો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિર્ણય લીધો છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીનું આ નિવેદન ટ્વિટ કરવામાં આવ્યું છે.
સોનિયા ગાંધીએ કહ્યું, શ્રમિક તથા કામદાર દેશની કરોડરજજુ છે. તેમની મહેનત અને કુર્બાની રાષ્ટ્રનિર્માણનો પાયો છે. માત્ર કલાકની નોટિસ પર લોકડાઉન કરવાના કારણે લાખો શ્રમિકો તથા કામદાર ઘરે પરત ફરવાથી વંચિત રહી ગયા હતા. હજારો શ્રમિક તથા કામદારો સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને ઘર વાપસી માટે મજબૂર બન્યા હોય તેવું 1947માં ભાગલા બાદ દેશે પ્રથમ વખત આવું દ્રશ્ય જોયું. ન રાશન, ન પૈસા, ન દવા, ન સાધન માત્ર પોતાના પરિવાર પાસે ગામ પહોંચવાની લગન. તેમની વ્યથા અંગે વિચારીને જ દિલ ભરાઈ આવ્યું પરંતુ આ સ્થિતિમાં દેશ અને સરકારનું શું કર્તવ્ય છે ? આજે પણ લાખો શ્રમિક તથા કામદાર સમગ્ર દેશમાં અલગ અલગ ખૂણામાંથી પરત ફરવા માંગે છે. પરંતુ તેમની પાસે નથી પૈસા કે નથી કોઈ સાધન. દુઃખની વાત છે કે ભારત સરકાર તથા રેલવે મંત્રાલય આ મહેનતું લોકો પાસેથી મુશ્કેલના સમયમાં રેલવે યાત્રાનું ભાડું વસૂલ કરી રહી છે.कांग्रेस अध्यक्षा, श्रीमती सोनिया गांधी का बयान भारतीय राष्ट्रीय कांग्रेस ने यह निर्णय लिया है कि प्रदेश कांग्रेस कमेटी की हर इकाई हर जरूरतमंद श्रमिक व कामगार के घर लौटने की रेल यात्रा का टिकट खर्च वहन करेगी व इस बारे जरूरी कदम उठाएगी। pic.twitter.com/DWo3VZtns0
— Congress (@INCIndia) May 4, 2020
સાથે તેમણે કહ્યું, શ્રમિક તથા કામદારો રાષ્ટ્રનિર્માણના દૂર છે. જ્યારે આપણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને આપણું કર્તવ્ય સમજીને હવાઈ જહાજોથી નિઃશુલ્ક પરત લાવી શકીએ છીએ, ગુજરાતમાં માત્ર એક કાર્યક્રમ માટે સરકારી ખજાનામાંથી 100 કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટ તથા ભોજન વગેરે પર ખર્ચ કરી શકીએ છીએ, રેલ મંત્રાલય પ્રધાનમંત્રીના કોરોના ફંડમાં 151 કરોડ રૂપિયા આપી શકે છે તો પછી પ્રગતિના આ ધ્વજવાહકોને સંકટના સમયમાં નિઃશુલ્ક રેલ યાત્રાની સુવિધા કેમ નથી આપી શકતા ?This will be the Indian National Congress’ humble contribution in service of our compatriots and to stand shoulder to shoulder in solidarity with them: Sonia Gandhi, Congress President https://t.co/j4o56Ok8wp
— ANI (@ANI) May 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement