(Source: ECI/ABP News/ABP Majha)
Compensation For Covid Deaths: કોરોનાથી થયેલા મોત પર સરકારે વળતર કર્યું નક્કી, પીડિત પરિવારને કેટલા હજાર રૂપિયા મળશે?
સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાથી થયેલા તમામ મોત માટે વળતર આપવા કહ્યું હતું. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યું હતું કે તે છ સપ્તાહમાં વળતરની રકમ નક્કી કરી રાજ્યોને જાણકારી આપે
Compensation For Covid Deaths: કોરોનાથી મોત થવા પર વળતર નક્કી થઇ ગયું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)એ સુપ્રીમ કોર્ટને આ વાતની જાણકારી આપી છે. તમામ મૃતકના પરિવારને 50 હજાર રૂપિયા વળતર આપવામાં આવશે. આ પૈસા રાજ્યોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી પ્રાપ્ત થશે. વાસ્તવમાં કોર્ટે લઘુતમ વળતર અંગે માર્ગદર્શિકા માંગી હતી.
30 જૂનના રોજ આપેલા પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાથી થયેલા તમામ મોત માટે વળતર આપવા કહ્યું હતું. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યું હતું કે તે છ સપ્તાહમાં વળતરની રકમ નક્કી કરી રાજ્યોને જાણકારી આપે. કોર્ટે માન્યું હતું કે આ પ્રકારની આફતમાં લોકોને વળતર આપવાની સરકારની વૈધાનિક ફરજ છે. પરંતુ વળતરની રકમ કેટલી હોવી જોઇએ તે અંગેનો નિર્ણય સરકાર કરે તેવું કોર્ટે કહ્યું હતું.
After the order of the Supreme Court, National Disaster Management Authority (NDMA) issues guidelines on ex-gratia for COVID-19 deaths and recommended that Rs 50,000 to be paid to the kin of those who died of COVID-19 out of state disaster relief funds pic.twitter.com/spcIbVjPVp
— ANI (@ANI) September 22, 2021
મામલાની અરજીકર્તાએ દલીલ આપી હતી કે હોસ્પિટલમાંથી મૃતકોને સીધા અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવી રહ્યા છે. તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું નથી. એટલું જ નહી તેમના ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં આવી રહ્યું નથી. એવામાં જો વળતરની યોજના શરૂ કરવામાં આવે તો લોકો તેનો લાભ લઇ શકશે નહીં. જેના પર કોર્ટે કહ્યું હતું કે કોરોનાથી મરનારાઓના ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ સ્પષ્ટ લખવું જોઇએ. સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે. જો અગાઉ ડેથ સર્ટિફિકેટ જાહેર કરી દેવામાં આવ્યા હોય તો તે અંગે કોઇ પરિવારને ફરિયાદ હોય તો તેનો ઉકેલ પણ લાવવામાં આવે.
આ પણ વાંચોઃ ધરમનો ભાઈ બનીને પ્રેમિકાના ઘરમાં રહેવા લાગ્યો યુવક, બંને શરીર સુખ માણતા હતાને પતિ જોઈ ગયો પછી......
Pitru Paksha 2021: જીવનમાં જોવા મળે આ લક્ષણો તો સમજી લો પિતૃ છે નારાજ, જાણો કેવી રીતે કરશો પ્રસન્ન
Do You Know: ATM માંથી નીકળેલી ફાટેલી નોટ બદલવાથી બેંક ન કરી શકે ઈન્કાર, જાણો કામનો આ નિયમ
IPL 2021, PBKS vs RR: છેલ્લી ઓવરમાં 1 રન આપીને રાજસ્થાનને જીતાડનારા ત્યાગીને કોણે ગણાવ્યો 'બ્રેટ લી' ?