શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, CJIએ કહ્યું- તેઓ આ સન્માનથી પણ ઉપર છે
ચીફ જસ્ટિસ એસએ બોબડેએ અરજી પર સ્પષ્ટ ઈન્કાર કરતા કહ્યું હતું કે, મહાત્મા ગાંધી કોઈ પણ પ્રકારના ઔપચારિક સન્માનથી પણ ઉપર છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવા કેન્દ્ર સરકારને આદેશ કરવાની માંગ કરતી એક અરજીને શુક્રવારે નકારી દીધી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવા માટે કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે.
ચીફ જસ્ટિસ એસએ બોબડેએ અરજી પર સ્પષ્ટ ઈન્કાર કરતા કહ્યું હતું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે. તેમનું સન્માન કરવું જરૂરી છે, પરંતુ લોકોના મનમાં તેઓ ભારત રત્નથી પણ સવિશેષ છે. તેમને આ પ્રકારની કોઈ સત્તાવાર ઓળખની જરૂર નથી. તેઓ કોઈ પણ પ્રકારના ઔપચારિક સન્માનથી પણ ઉપર છે.
આ પહેલા પણ વર્ષ 2012માં કર્ણાટક હાઈકોર્ટમાં મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં માંગ કરવામાં આવી હતી કે કોર્ટ ગૃહ મંત્રાલયને આદેશ કરે કે તે ભારત રત્ન માટે મહાત્મા ગાંધીના નામ પર વિચારણા કરે. વર્ષ 2014માં અરજદારના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય પાસેથી આરટીઆઈ અંતર્ગત મેળવવામાં આવેલી માહિતી પ્રમાણે ગાંધીજીને ભારત રત્ન આપવા અંગે અનેક વખત અપીલ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion