Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકની સેમીફાઈનલ પહેલા મહિલા હોકી કેપ્ટન રાનીએ શું કહ્યું ?
ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાનીએ કહ્યું નિશ્ચિત રુપથી આ સૌથી વધારે કઠીન પરીક્ષા છે જેનો અમારી ટીમ સામનો કરશે.
ભારતીય મહિલા હોકી ટીમે સોમવારે ટોક્યો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 1-0થી જીત મેળવી હતી. આ દરમિયાન ભારતીય મહિલા હોકી ટીમે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શાનદાર વિજય બાદ આત્મવિશ્વાસ સાથે ભારતીય મહિલા હોકી ટીમે બુધવારે આર્જેન્ટિના સામે મહત્વના સેમિફાઇનલ મુકાબલામાં ટકરાશે.
ભારતીય ટીમની જેમ, આર્જેન્ટિના પણ સ્પર્ધામાં મજબૂતાઈથી આગળ વધ્યું છે. સોમવારે ક્વાર્ટર ફાઇનલમાં જર્મની સામે 3-0થી જીત મેળવ્યા બાદ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાનીએ કહ્યું અમે ઓસ્ટ્રેલિયા સામે અમારી ટીમના પ્રદર્શનથી અત્યંત ખુશ હતા, તેઓ વર્લ્ડ ક્લાસ હોકી ટીમ છે. જો કે, પાછળ જોવાનો વધારે સમય નથી, અને અમારું ધ્યાન આર્જેન્ટિના સામેની સેમિફાઇનલ પર સંપૂર્ણપણે છે. સ્પર્ધાના આ તબક્કે, મેચો વધુ સરળ નથી હોતી. અમે મેદાનમાં અમારી પાસે જે બધું છે તે આપવા જઈ રહ્યા છીએ.
ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાનીએ કહ્યું નિશ્ચિત રુપથી આ સૌથી વધારે કઠીન પરીક્ષા છે જેનો અમારી ટીમ સામનો કરશે.
ટોક્યો ઓલિમ્પિકનો આજે 12મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ સારો નથી રહ્યો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે મેડલ આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિકના 12મા દિવસે કુસ્તીબાજ સોનમ મલિક ફ્રી સ્ટાઇલ 62 કિલો વજન વર્ગમાં પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી. તેને મંગોલિયન કુસ્તીબાજ બોલોરતુયા ખુરેલખુએ હરાવી.
ભારત મેડલ ટેલીમાં 63માં ક્રમે છે. અમેરિકા 24 ગોલ્ડ, 27 સિલ્વર અને 20 બ્રોન્ઝ એમ 71 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 32 ગોલ્ડ, 21 સિલ્વર અને 16 બ્રોન્ઝ મળી કુલ 69 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 19 ગોલ્ડ, 6 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ મળી કુલ 36 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.