શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશના આ રાજ્યમાં આજે છે કડક લોકડાઉન, કોઈપણ પ્રકારની છૂટ નહીં, સડકો ફરી થઈ સૂમસામ
મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ લોકોને 24 મે તથા 31 મેના રોજ સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આજે કર્ણાટકમાં સંપૂર્ણ લોકડાઉન છે. થોડા દિવસ પહેલા જે વિસ્તાર કંટેનમેંટ ઝોનમાં નહોતા તેમને લોકડાઉન 4માં થોડી છૂટછાટ અપાઈ હતી પરંતુ આજે સમગ્ર કર્ણાટકમાં સંપૂર્ણ લોકડાઉન છે અને કોઈ પ્રકારની છૂટ નથી આપવામાં આવી.
રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, સરકારે 18 મેના રોજ રવિવારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનો ફેંસલો લીધો હતો. અહીંયા કોઈપણ પ્રકારની જરૂરી વસ્તુઓના વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે. આ પ્રતિબંધ સોમવારે સવારે 7 વાગ્યા સુધી લાગુ રહેશે. બેંગલુરુના શિવાજી નગરમાં લોકડાઉનના કારણે તમામ દુકાનો બંધ રહેતા સડક પર સન્નાટો પ્રસરી ગયો છે.
મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ લોકોને 24 મે તથા 31 મેના રોજ સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, કોરોના સામે જંગમાં આપણે મહત્વના સ્ટેજ પર પહોંચી ગયા છીએ. આપણે બધા આ મહામારી સામે લડી શકીએ તે માટે લોકહિતમાં ગાઈડલાઈનનું પાલન કરજો. રવિવારે કડક લોકડાઉનનું પાલન કરાવાશે. જે પણ લોકો તેનું ઉલ્લંઘન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સંપૂર્ણ લોકડાઉન દરમિયાન માત્ર એમ્બ્યૂલન્સ અને જરૂરી વસ્તુઓની સપ્લાઈ કરતાં વાહનોને જ છૂટ આપવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, કર્ણાટકમાં કોરોનાના 1959 કેસ નોંધાયા છે. 42 લોકોના મોત થયા છે અને 608 લોકો સાજા થઈ ગયા છે.
દેશમાં કોરોના વકર્યો, 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે સંક્રમિતો નોંધાયા, જુઓ રાજ્યવાર આંકડા
લોકડાઉનમાં ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરે શરૂ કરી પ્રેકટિસ, BCCI થયું લાલઘૂમ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion