શોધખોળ કરો
ટ્રેક્ટર રેલી અપડેટ: દિલ્લીમાં ટ્રેક્ટર રેલીમાં હોબાળા બાદ મેટ્રો સ્ટેશનના ગેટ કરાયા બંધ
ખેડૂત રેલીમાં થયેલા ઘમાસાણ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક મેટ્રો સ્ટેશનના એન્ટ્રી, એક્ઝિટ ગેટને બંધ કરી દેવાયા છે. ડીએમઆરસીના જણાવ્યાં મુજબ, લાલ કિલા, ઇન્દ્રપ્રસ્થ,આઇટીઓ સહિત મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે.

ટ્રેક્ટર રેલી: ગણતંત્ર દિવસે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમા ટ્રેક્ટર રેલીના કારણે જબરદસ્ત હોબાળો મચ્યો. ખેડૂતોએ નક્કી કરાયેલા રૂટથી વિપરિત દિશામાં બેરિકેડ તોડીને ઘૂસી ગયા. આ સમયે પોલીસ અને આંદોલનકારી વચ્ચે ઘમાસાણ થયું. જેના પગલે મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરી દેવાયા છે. સિંધુ સરહદ, ટિકિરી બોર્ડર અને નોઈડા બોર્ડર પરના ખેડુતોમાં જબરદસ્ત હંગામો થયો હતો. નોઇડા બોર્ડરની આસપાસ સવારે ખૂબ જ હંગામો થયો હતો ત્યારબાદ પોલીસે આંદોલનકારી પર લાઠીચાર્જ કર્યો હતો. દિલ્હીના અનેક મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ખેડૂતોના બળવાના કારણે ણે બંધ કરાયા છે. ડીએમઆરસી અનુસાર, લાલ કિલ્લો, , લાલ કિલા, ઇન્દ્રપ્રસ્થ,આઇટીઓ સહિત મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે. ઉલ્લેખનિય છે કે ગણતંત્ર દિવસે દિલ્લી પોલીસે રાજપથ પર પરેડ પૂર્ણ થયા બાદ નક્કી કરાયેલા રૂટ પર ટ્રેક્ટર રેલીની મંજૂરી આપી હતી. જો કે શાંતિપૂર્વક પ્રદર્શન કરવાનો વાયદો કરનાર ખેડૂતો વિફર્યા હતા અને બેરિકેડ તોડીને આગળ વધતા પોલીસ અને પ્રદર્શનકારી વચ્ચે જબરદસ્ત ઘર્ષણ સર્જાયું છે. પોલીસ અને ખેડૂતોના ઘમાસાણમાં એક ખેડૂતનું મૃત્યું થયું છે તો કેટલાક પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયા છે.
વધુ વાંચો





















