શોધખોળ કરો
Advertisement
કાશ્મીરમાં આતંકીઓની નાપાક હરકત નિષ્ફળ, સેનાએ છુપાઇને બેસેલા બે આતંકીઓને ઠાર માર્યા
આજે કુલગામ જિલ્લાના હાંજીપોરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ, જેમાં બે આતંકીઓ ઠાર થયા હતા. આ અથડામણ સવારે થઇ હતી, અને હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આજે ભારતીય સુરક્ષાદળોએ આતંકીઓની નાપાક હરકતોને ફરી એકવાર નિષ્ફળ કરી દીધી છે. આજે કુલગામ જિલ્લાના હાંજીપોરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ, જેમાં બે આતંકીઓ ઠાર થયા હતા. આ અથડામણ સવારે થઇ હતી, અને હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.
પોલીસ મહાઅધિક્ષક કાશ્મીર ઝૉન વિજય કુમારે કહ્યું કે, કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. જોકે, માર્યા ગયેલા આતંકીઓની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. શરૂઆતી રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસની એક સંયુક્ત ટીમ, સેનાના જવાનો અને સીઆરપીએફે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ.
આ વિસ્તારમાં જેવી સુરક્ષાદળોની ટીમ પહોંચી, આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર થયા હતા. સુત્રો અનુસાર વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement