શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની જાહેરાત, આરે પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચાશે
મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું તેમની સરકારે મુંબઈમાં આરે મેટ્રો કાર શેડના નિર્માણ વિરુદ્ધ આંદોલન કરી રહેલા પ્રદર્શનકારીઓ સામે દાખલ કરેલા કેસ પરત લેવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ: મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું તેમની સરકારે મુંબઈમાં આરે મેટ્રો કાર શેડના નિર્માણ વિરુદ્ધ આંદોલન કરી રહેલા પ્રદર્શનકારીઓ સામે દાખલ કરેલા કેસ પરત લેવાનો નિર્ણય લીધો છે. પત્રકારો સાથેની વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મે આરે મેટ્રો કાર શેડ વિરુદ્ધ આંદોલન કરી રહેલા પ્રદર્શનકારીઓ સામે દાખલ કરેલા કેસ પરત ખેંચવાનો આદેશ આપ્યો છે.
અગાઉ ઉદ્ધવ સરકારે આરે મેટ્રો કાર શેડના નિર્માણ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.જ્યારે મેટ્રો કાર શેડનું બાંધકામ બંધ કરવાની જાહેરાત પછી, આ વૃક્ષો બચાવવા માટે વિરોધ કરી રહેલા વિરોધીઓ રવિવારે બપોરે આરે પર એકઠા થયા હતા અને સીએમ ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો હતો. મુંબઈની આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ માટે કાપવામાં આવતા વૃક્ષોને બચાવવા માટે ધરણાની સાથે સાથે પ્રદર્શન પણ યોજાયું હતું. આ દરમિયાન પોલીસે પર્યાવરણીય કાર્યકરો સામે કેસ દાખલ કર્યા હતા.Maharashtra Chief Minister Uddhav Thackeray: I have ordered to take back the cases filed against many environmentalist, during the agitation against Aarey metro car shed. pic.twitter.com/lPmcXuHFMq
— ANI (@ANI) December 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement