શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં રિકવરી રેટમાં દરરોજ થઈ રહ્યો છે સુધારો, હાલ 31.7 ટકા- સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન
કોરોના વાયરસને લઈને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું આપણો રિકવરી રેટ દરરોજ સારો થઈ રહ્યો છે. આજે આ 31.70 ટકા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું આપણો રિકવરી રેટ દરરોજ સારો થઈ રહ્યો છે. આજે આ 31.70 ટકા છે. તેમણે કહ્યું કોવિડ-19ને સામે લડાઈમાં આપણો મૃત્યુદર દુનિયામાં સૌથી ઓછો છે. આજે મૃત્યુદર આશે 3.2 ટકા છે, ઘણા રાજ્યોમાં આ આનાથી પણ ઓછો છે. વૈશ્વિક મૃત્યુદર આશરે 7થી 7.5 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને મંગળવારે જમ્મુ કાશ્મીરના અલગ-અલગ જિલ્લાના સીનિયર અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફ્રન્સિંગના માધ્યમથી ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે આ વાત કરી હતી.
દેશમાં સારવાર બાદ 22454 લોકો સ્વસ્થ થયા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં 70756 કેસ સામે આવ્યા છે અને 2293 લોકોના મોત થયા છે.
દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. અહીં અત્યાર સુધીમાં 23401 કેસ સામે આવ્યા છે અને 868 લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશમાં 2018, અંદામાન નિકોબારમાં 33, અરૂણાચલ પ્રદેશમાં એક, આસામમાં 65, બિહારમાં 774,ચંદીગઢમાં 59, દિલ્હીમાં 7233 અને ગોવામાં સાત કેસ સામે આવ્યા છે. ગોવાામાં તમામ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે.
આ સિવાય ગુજરાતમાં 8541, હરિયાણામાં 730,હિમાચલ પ્રદેશમાં 59, જમ્મુ કાશ્મીરમાં 879, ઝારખંડમાં 160, કર્ણાટકમાં 862, કેરળમાં 519,લદાખમાં 42, મધ્યપ્રદેશમાં 3785, મણિપુરમાં બે, મેધાલયમાં 13, મિઝોરમમાં એક, ઓરિસ્સમાં 414, પુડુચેરીમાં 12, પંજાબમાં 1877, રાજસ્થાનમાં 3988, તમિલનાડુમાં 8002, તેલંગણામાં 1275, ત્રિપુરામાં 152,ઉત્તરાખંડમાં 68,ઉત્તરપ્રદેશમાં 3573 અને પશ્ચિમ બંગાળમાં 2063 કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement