શોધખોળ કરો
Advertisement
Unlock-4માં 1 સપ્ટેમ્બરથી કઈ કઈ ચીજોને ખોલવાની મળી શકે છે મંજૂરી, જાણો વિગતે
Unlock 4માં કેન્દ્ર સરકાર 1 સપ્ટેમ્બરથી સિંગલ સિનેમા હોલ્સને ખોલવાની મંજૂરી આપીશકે છે. જોકે મોલ્સમાં આવેલા મલ્ટીપ્લેક્સ હજુ નહીં ખૂલે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 30 લાખથી વધારે સંક્રમિતો છે અને 56 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સના આધારે 1 સપ્ટેમ્બરથી સિનેમા હોલ, મેટ્રો અને સ્કૂલ ફરીથી ખૂલી શકે છે. માર્ચમાં શરૂ થયેલા લોકડાઉન બાદ કેન્દ્ર સરકારે અનલોકથી થોડી ઢીલ આપવાની શરૂ કર્યુ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં અનેક પ્રકારની છૂટ આપવામાં આવી છે.
ઈન્ડિયા ડોટ કોમના રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકાર 1 સપ્ટેમ્બરથી સિંગલ સિનેમા હોલ્સને ખોલવાની મંજૂરી આપીશકે છે. જોકે મોલ્સમાં આવેલા મલ્ટીપ્લેક્સ હજુ નહીં ખૂલે. દિલ્હીમાં મેટ્રોને પણ ટ્રાયલ બેસિસ પર 15 દિવસ માટે શરૂ કરવામાં આવી શકે છે. મુંબઈ લોકલની જેમ જરૂરી સેવામાં રહેલા લોકો પૈકી 50 મુસાફરોને જ મેટ્રોના એક કોચમાં બેસવાની મંજૂરી રહેશે.
અનલોક-4માં કેન્દ્ર સરકાર રાજ્યોનો સ્કૂલો ફરીથી ખોલવા માટેનો વિકલ્પ આપશે તેમ માનવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો, કેન્દ્ર આ નિર્ણય રાજ્ય સરકાર પર છોડશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા જ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને લોકો તથા માલ-સામાનના પરિવહન પર વિવિધ જિલ્લાઓ અને રાજ્યો દ્વારા સ્થાનિક સ્તરે મૂકાયેલા નિયંત્રણો દૂર કરવા નિર્દેશો આપ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રતિબંધ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર દિશા નિર્દેશોનું સીધું ઉલ્લંઘન હશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 69,239 કોવિડ-19 કેસ નોંધાયા છે અને 921 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30,44,491 પર પહોંચી છે. જેમાંથી 7,07,668 એક્ટિવ કેસ છે અને 22,80,567 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 56,706 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં ફરી લાદવામાં આવશે લોકડાઉન? કેજરીવાલે શું કહ્યું? કેન્દ્ર સરકારને શું કરી અપીલ, જાણો વિગત
US Elections 2020: ટ્રમ્પે ચૂંટણી પ્રચારનો વીડિયો કર્યો જાહેર, 'હાઉડી મોદી' અને 'નમસ્તે ટ્રમ્પ'ની સાથે જોવા મળ્યા પીએમ મોદી
પત્નીના મહેણા ટોણાથી પરેશાન થઈ પતિ બની ગયો કિન્નર, બાદમાં ભર્યું આ પગલું, જાણો વિગતે
પ્રધાનમંત્રી નિવાસમાં મોરને દાણા ખવડાવતાં જોવા મળ્યા પીએમ મોદી, કવિતા પણ લખી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement