પહાડથી લઈ ખેતર સુધી ધમધોકાર વરસાદ પડશે, ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather Today: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
![પહાડથી લઈ ખેતર સુધી ધમધોકાર વરસાદ પડશે, ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ Weather Update: Clouds will rain heavily from mountain to field, Orange alert issued, know new weather update પહાડથી લઈ ખેતર સુધી ધમધોકાર વરસાદ પડશે, ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/b63414cdddcce3d044a3c67488fcaf091687856839578359_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weather Update Today: દેશના ઘણા ભાગોમાં, લોકો પૂર, ભૂસ્ખલન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી રાષ્ટ્રીય રાજધાની સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જેના કારણે પહાડી વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય IMDએ પોતાના બુલેટિનમાં કહ્યું છે કે આગામી બે દિવસમાં ચોમાસું સમગ્ર દેશમાં પહોંચી જશે.
દિલ્હીમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તાપમાનમાં વધારો થયો નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં, વિભાગે 3 જુલાઈ સુધી વીજળી અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આ સાથે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ પણ વરસાદની પ્રક્રિયા સતત ચાલી રહી છે. વિભાગના જણાવ્યા અનુસાર, તે રાજ્યમાં 30 જૂન સુધી ચાલુ રહેશે.
ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વલસાડ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, ભરૂચ, ડાંગ અને તાપીમાં પડી શકે છે ભારે વરસાદ. સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન થશે.
ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના ભિન્ન વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું, ઉત્તર ગુજરાતમાં 12 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે, અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહેસાણા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડશે. મહેસાણાથી ચોટીલા સહિતના પટ્ટામાં સાર્વત્રિક વરસાદ પડશે.
Join Us on Telegram: https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)