શોધખોળ કરો

સ્વતંત્ર ભારતમાં પ્રથમવાર બંગાળ અને તમિલનાડુમાં રેકોર્ડ મતદાન, જાણો મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં થયેલા મતદાન અંગે ટિપ્પણી કરતા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આઝાદી પછીનું સૌથી વધુ મતદાન છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આઝાદી બાદ પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાં સૌથી વધુ મતદાન.
  • બંને રાજ્યોમાં મહિલાઓનો પુરુષો કરતાં મતદાનમાં વધુ ઉત્સાહ.
  • લોકોએ ભયમુક્ત થઈને મતદાન કર્યું, વ્યવસ્થાથી ખુશ.
  • 1478 ઉમેદવારોના ભાવિ નક્કી, 16 જિલ્લામાં મતદાન.

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં થયેલા મતદાન અંગે ટિપ્પણી કરતા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આઝાદી પછીનું સૌથી વધુ મતદાન છે. તેમણે કહ્યું હતું કે, "આઝાદી પછી પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં સૌથી વધુ મતદાન ટકાવારી નોંધાઈ હતી. ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરેક મતદારને સલામ કરે છે."

આઝાદી પછીનું સૌથી વધુ મતદાન

તમિલનાડુમાં 84.69 ટકા અને પશ્વિમ બંગાળ પ્રથમ તબક્કામાં 91.78 ટકા સાથે સ્વતંત્રતા પછી અત્યાર સુધીનું સૌથી વધુ મતદાત નોંધાયું છે. અગાઉ તમિલનાડુમાં સ્વતંત્રતા પછી સૌથી વધુ મતદાન 78.29% (2011) અને પશ્વિમ બંગાળમાં 84.72 ટકા (2011) હતું. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ બંનેમાં મતદાનમાં મહિલાઓ પુરુષો કરતાં વધુ છે.

'લોકોએ ભય વગર મતદાન કર્યું'

પશ્ચિમ બંગાળના સીઈઓ મનોજ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, 'લોકોએ કોઈપણ ભય વગર મતદાન કર્યું. મને એવા અહેવાલો મળ્યા છે કે તેઓ વ્યવસ્થાથી ખૂબ ખુશ હતા અને ઘટનાઓ ઓછી બની છે. હું નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો અને સંબંધિત તમામનો આભાર માનું છું.' ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સાંજે 6 વાગ્યા સુધીમાં તમિલનાડુમાં આશરે 84.64 ટકા અને પશ્ચિમ બંગાળમાં આશરે 91.74 ટકા મતદાન નોંધાયું હતું. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે મતદારોએ આ વખતે લોકશાહી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પશ્ચિમ બંગાળમાં મતદાનના પ્રથમ તબક્કા દરમિયાન ઘણા જિલ્લાઓમાં 90 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જે એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.

જિલ્લાવાર મતદાન ડેટા

જિલ્લાવાર ડેટા અનુસાર, દક્ષિણ દિનાજપુરમાં સૌથી વધુ 94.77 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારબાદ કૂચ બિહારમાં 94.40 ટકા, બીરભૂમમાં 93.61 ટકા અને જલપાઇગુડીમાં 93.01 ટકા મતદાન થયું હતું. માલદામાં 92.22 ટકા, મુર્શિદાબાદમાં 92.88 ટકા, ઉત્તર દિનાજપુરમાં 92.04 ટકા અને ઝારગ્રામમાં 91.78 ટકા મતદાન થયું હતું. અલીપુરદ્ધાર,  બાંકુરા, પશ્ચિમ મેદિનીપુર અને પૂર્વ મેદિનીપુરમાં પણ 89 થી 91 ટકા મતદાન નોંધાયું છે. દાર્જિલિંગ (88.01 ટકા) અને કલિમ્પોંગ (82.93 ટકા) જેવા વિસ્તારોમાં પ્રમાણમાં ઓછું, પરંતુ હજુ પણ મજબૂત મતદાન નોંધાયું છે.

1478 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

રાજ્યભરના 16 જિલ્લાઓમાં મતદાન 294 સભ્યોની રાજ્ય વિધાનસભાના 152 મતવિસ્તારોમાં 167 મહિલાઓ સહિત 1478 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું. ભારે ગરમી અને ભેજ હોવા છતાં વહેલી સવારથી જ મતદાન મથકોની બહાર મતદારો મોટી સંખ્યામાં લાઇનમાં ઉભા રહ્યા અને સમય જતાં મતદાનની ગતિમાં વધારો થયો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Embed widget