(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: જાડેજા અટકનો માત્ર ઉપયોગ કરવા માંગે છે, 6 વર્ષમાં અટક સુધારવાનો પણ સમય નથી મળ્યો, નયનાબાનો ભાભી રિવાબા પર પ્રહાર
મહિલા કોંગ્રેસના નેતા અને રિવાબાના નણંદ નયનાબાએ સવાલ ઉછાવ્યા છે. તેમણે કહ્યું રિવાબા જાડેજા ક્યાં હકથી જામનગરના લોકોના મત માગે છે? રિવાબા રાજકોટ પશ્ચિમના મતદાર છે, તેમણે ત્યાં ચૂંટણી લડવી જોઈએ.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેટલીક સીટો પર નજીકના સગાસંબંધીઓ વચ્ચે પણ જંગ છે. જામનગર ઉત્તરની બેઠક પરથી ભાજપે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીને ટિકિટ આપી છે. હાલ રિવાબા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બાળકો દ્વારા પ્રચાર કરવા બદલ રિવાબા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. રવિન્દ્ર જાડેજાની બહેન અને રિવાબની નણંદ નયનાબાએ કહ્યું,
ભૂલકાઓનો ઉપયોગ કરીને રિવાબા સિમ્પથી મેળવવા માંગે છે, આ બાબત એક રીતે બાળમજૂરી જ કહેવાય. નયનાબા
નયનાબાએ બીજું શું કહ્યું
મહિલા કોંગ્રેસના નેતા અને રિવાબાના નણંદ નયનાબાએ સવાલ ઉછાવ્યા છે. તેમણે કહ્યું રિવાબા જાડેજા ક્યાં હકથી જામનગરના લોકોના મત માગે છે? રિવાબા રાજકોટ પશ્ચિમના મતદાર છે, તેમણે ત્યાં ચૂંટણી લડવી જોઈએ. તેઓ જામનગર ઉત્તર બેઠક ઉપર આયાતી ઉમેદવાર છે, તેમણે પોતાનું નામ પણ રિવાસિંહ હરદેવસિંહ સોલંકી રાખ્યું છે. રવિન્દ્ર જાડેજાનું નામ પણ તેમણે બ્રેકેટમાં રાખ્યું છે, જાડેજા અટકનો માત્ર ઉપયોગ કરવા માંગે છે, 6 વર્ષમાં અટક સુધારવાનો પણ સમય નથી મળ્યો.
અમરેલીમાં પરેશ ધાનાણીએને પછાડવા ભાજપ લગાવી રહ્યું છે એડીચોટીનું જોર
અમરેલીમાં NSUIના ગુજરાત પ્રદેશ મંત્રી, અમરેલી શહેર યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ, જીલ્લા યુવક કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ સહિતના હોદ્દેદારોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. ભાજપના યુવા આગેવાન મુકેશ સંઘાણીએ 100થી વધુ કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં આવકાર્યા હતા. અમરેલી બેઠક પર કોંગ્રેસના જાયન્ટ કિલર ગણાતા પરેશ ધાનાણીને પરાજીત કરવા ભાજપ લગાવી એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ હાઇપ્રોફાઇલ બેઠક પર આવતા દિવસોમાં ચૂંટણી જંગ હજુ વધુ આક્રમક બની શકે છે. ભાજપે અમરેલીથી કૌશિક વેકરિયા અને આમ આદમી પાર્ટીએ રવિ ધાનાણીને ટિકિટ આપી છે. આ વખતે અહીં ત્રિપાંખિયો જંગ જામશે.
ગુજરાત વિધાનસભામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારોને સુરત અને સૌરાષ્ટ્રમાંથી તેમના વતનમાં લઇ જવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા 600થી વધુ ખાનગી લક્ઝરી બસોને અત્યારથી જ બુક કરાવીને તમામ મતદારાની યાદી પણ તૈયાર કરી દીધી છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્માં થનારા મતદાનના દિવસે તમામને મતદાન બાદ પરત લાવવા માટે પણ રાજકીય પાર્ટીઓએ આયોજન કર્યું છે. સુરત અને અમદાવાદમાં રહેતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌરાષ્ટ્રના લોકો હજારોની સંખ્યામાં રહે છે. જેમનું મતદાન યાદીમાં નામ તેમના વતનમાં છે. સુરતના વરાછા, યોગી ચોક અને અન્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં હજારોની સખ્યામાં હીરા ઉદ્યોગ સાથે રહેલા કારીગરો રહે છે. જેમનું મતદાર તરીકેનું નામ આજે પણ તેમના વતનમાં છે. ત્યારે તેમના દ્વારા મતદાન ન થાય તો મતદાન પર અસર થઇ શકે છે. સાથેસાથે રાજકીય પાર્ટીઓને પણ નુકશાન થઇ શકે તેમ છે. જેથી રાજકીય પાર્ટીઓએ સુરત અને અમદાવાદના નરોડા, બાપુનગરથી 600થી વધુ બસોને આગામી 30મી નવેમ્બરથી ૨જી ડિસેમ્બર સુધી બુક કરવામાં આવી છે. જેમાં ૩૦મી તારીખે સાંજ સુધીમાં બસોમાં સૌરાષ્ટ્રના વિવિઘ ગામડાઓમાં લઇ જવામાં આવશે. બાદમાં બીજા દિવસે મતદાન કરાવીને તે દિવસે અથવા બીજી ડિસેમ્બરે સુરત અને અમદાવાદ પરત લાવવામાં આવશે. એટલું જ નહી મતદારોને સૌરાષ્ટ્રમાં આવવા બદલે દિવસ પ્રમાણે એક થી બે હજારની રોકડ પણ આપવા માટેનું કહેવામાં આવ્યું છે. આમ, રાજકીય પાર્ટીઓ તેમના મતદારોના મતને મેળવવા માટે અત્યારથી જ માઇક્રો પ્લાનીંગ કરી ચુકી છે.