(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: રવિન્દ્ર જાડેજાએ બાલાસાહેબ ઠાકરેનો વીડિયો મૂક્યો, ઠાકરેએ કહેલું મોદી ગયા તો....
Gujarat Election 2022: રવિન્દ્ર જાડેજાના 19 સેકંડના આ વીડિયોને 45 હજાર લોકોએ જોયો છે અને આશરે 8 હજાર લોકોએ રિટ્વિટ કર્યો છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારે બે કલાકમાં અંદાજિત 10 થી 12 ટકા મતદાન થયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.
જામનગરની ઉત્તર બેઠક પરથી ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ચૂંટણી લડી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાએ તેના ટ્વિટર હેન્ડલ પર મતદાન પહેલા બાલાસાહેબ ઠાકરેનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેના પર તેમણે લખ્યું છે કે 'ગુજરાત વાળોએ સમય છે સમજી જાવ. 19 સેકંડના આ વીડિયોને 45 હજાર લોકોએ જોયો છે અને આશરે 8 હજાર લોકોએ રિટ્વિટ કર્યો છે.
Abhi bhi time hai samaj jao gujaratiyo🙏🏻 #respect #balasahebthackeray pic.twitter.com/bwjO3Jj7iq
— Ravindrasinh jadeja (@imjadeja) November 30, 2022
રિવાબાના નણંદે શું કહ્યું
જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર રિવાબાના નણંદ નયનાબા જાડેજાએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં જણાવ્યું, આવું પહેલીવાર નથી થઈ રહ્યું. જામનગરમાં કેટલાય પરિવારો વિવિધ પક્ષો માટે કામ કરતા સભ્યો ધરાવે છે. તમારી વિચારધારાથી સંતુષ્ટ રહો, તમારી 100% આપો અને જે વધુ સારું જીતશે તે જીતશે. મારા ભાઈ માટે મારો પ્રેમ એવો જ રહે છે. મારી ભાભી અત્યારે ભાજપના ઉમેદવાર છે. ભાભી તરીકે તે સારી છે.
રિવાબાના સસરાએ શું કહ્યું
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું, હું કોંગ્રેસ સાથે છું. પાર્ટીની બાબત કૌટુંબિક બાબતથી અલગ છે. આપણે આપણી પાર્ટી સાથે રહેવું જોઈએ, વર્ષોથી તેમની સાથે રહેવું જોઈએ. તે જાણે છે કે તે પાર્ટીનો મામલો છે, કોઈ પારિવારિક સમસ્યા નથી.
2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપને 23, કોંગ્રેસને 30 બેઠક મળી હતી
સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 વિધાનસભા બેઠક છે. જેમાંથી ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 23 બેઠક મળી હતી. જ્યારે, ૩૦ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. એકમાત્ર NCPને મળી હતી.
આ પણ વાંચોઃ
In Photos: પ્રથમ તબક્કામાં સવાર સવારમાં જ રિવાબા સહિત આ ઉમેદવારોએ કર્યું વોટિંગ