શોધખોળ કરો
જામનગરના કમિશનર પટેલની બદલી, કોણ બન્યા નવા કમિશ્નર
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે મોડી રાત્રે સપાટો બોલાવીને રાજ્યના 20 આઈએએસ અધિકારીઓની બદલી કરી નાંખી તેમાં સુરત, રાજકોટ, જામનગર અને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશ્નરોનો પણ સમાવેશ થાય છે.
રૂપાણીએ આપેલા આ આદેશમાં આ જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર હર્ષદ કુમાર રતિલાલ પટેલને બદલી દેવાયા છે. તેમને હજુ કોઈ સ્થાને નિમણૂક નથી અપાઈ અને જનરલ એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ (જીડીએ) આ અંગે આજ સાંજ સુધીમાં નિર્ણય લેશે.
જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર આર.બી. બારડને મૂકાયા છે. બારડ અર્બન ડેવલપેમન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટના અધિકારી હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement