શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Jamnagar: ખેતીમાં કોઈ આવક ન થતા આર્થિક તંગીથી કંટાળી ખેડૂતે જિંદગી ટૂંકાવી

ખેતીમાં નબળું વર્ષ અને રીક્ષા ડ્રાઈવિંગ કરવા છતાં આર્થિક સ્થિતિ ના સુધરતા ખેડૂતે આપઘાત કર્યો. ધ્રોલના ગોલીટા ગામે નવલ બાળા નામના 44 વર્ષીય યુવકે ઝાડમાં દોરડું બાંધી જિંદગી ટૂંકાવી હતી.

Jamnagar News: ખેતીમાં નબળું વર્ષ અને રીક્ષા ડ્રાઈવિંગ કરવા છતાં આર્થિક સ્થિતિ ના સુધરતા ખેડૂતે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ધ્રોલના ગોલીટા ગામે નવલ બાળા નામના 44 વર્ષીય યુવકે ઝાડમાં દોરડું બાંધી જિંદગી ટૂંકાવી હતી. મૃતકને સતત આર્થિક તંગી રહેતી હોવાથી પરિવારની ચિંતામાં તેણે પગલું ભર્યું હતું. મૂળ જામનગરના ગોલીટાનો યુવક રાજકોટના મવડી ચોકડી નજીક વસવાટ કરે છે.

ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવક સામે નોંધાયો પ્રથમ કેસ, જાણો વિગત

ઉત્તરાયણમાં જીવલેણ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવા પર પોલીસે પ્રતિબંધ મુક્યો છે. આ દરમિયાન અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવક સામે પહેલો કેસ નોંધાયો છે. પેટ્રોલિંગ સમયે એક યુવક ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઘાટલોડીયા ચાણક્યપુરી બ્રીજ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં યુવક પતંગ ચગાવતો હતો. પોલીસે મેદાનમાં જઈને તપાસ કરતા અજય વાઘેલા નામનો યુવક ચાઈનીઝ દોરીની રીલ પર પતંગ ચગાવતો હતો. પોલીસે અજયે ચગાવેલો પતંગ ઉતારાવ્યા બાદ તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો અને ચાઈનીઝ દોરી જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી.

ઉતરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોએ આકાશમાં પતંગ ચગાવવાની શરૂ કરી દીધી છે. પરંતુ આ મજા ઘણીવાર અન્ય લોકો માટે સજા બની જાય છે. આપણ દર વર્ષે જોઈએ છીએ કે, પતંગની દોરીથી ઘણા પક્ષીઓ અને માણસોને ગંભીર ઈજા થાય છે અને ઘણીવાર આ ઈજા મોતમાં પણ પરિણમે છે. આવા જ મોતની ઘટના સુરતમાં સામે આવી છે.

પતંગની દોરીએ કામરેજ ના નવાગામના એક પરિવારના મોભી છીનવી લીધો છે. આધેડ નોકરીથી પરત ઘરે ફરતી હતા ત્યારે દોરીથી ગળું કપાતા મોત થયું હતું.પરિવારના મોભી એવા 52 વર્ષીય બળવંત પટેલ ગઈકાલે સાંજે ડાયમંડ નગરથી નોકરીથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન  સુરતથી કામરેજ તરફ આવતા માર્ગ પર સહકાર નગર પાસે ગળામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી. ગળું કપાવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે ઘટના સ્થળે પહોંચેલી 108 બળવંતભાઈને હોસ્પિટલ તો લઈ ગઈ પરંતુ સારવાર મળે એ પહેલા જ બળવંત ભાઈનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

વડોદરામાં પતંગની દોરીથી હોકી પ્લેયરનું મોત

વડોદરામાં પતંગની દોરીથી ગિરીશ બાથમ નામના હોકી પ્લેયર મોત નિપજ્યું છે. ગિરીશ બરોડા હોકી કલબ તરફથી રમતો હતો. ચાઈનીઝ દોરીથી આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે. નવાપુરા વિસ્તારમાં આવેલા ખંડોબા મંદિરની પાસે પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાં યુવાનનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું. લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન રાહુલનું મોત નિપજ્યું. પ્રાથમિક વિગત અનુસાર મૃતક ગિરીશ બાથમની ઉંમર 30 વર્ષની હતી અને તે ભાથુજીનગર દંતેશ્વરનો રહેવાસી હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર
Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર
LPG Cylinder:  ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
LPG Cylinder: ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ
Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર
Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર
LPG Cylinder:  ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
LPG Cylinder: ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ
Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
Embed widget