મહેસાણામાં વધુ એક પાટીદાર નેતા સાથે છેતરપિંડી, હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે નોંધી ફરિયાદ
મહેસાણામાં વધુ એક પાટીદાર નેતા સાથે છેતરપિંડીની ઘટના બની છે
![મહેસાણામાં વધુ એક પાટીદાર નેતા સાથે છેતરપિંડી, હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે નોંધી ફરિયાદ Fraud with another Patidar leader in Mehsana મહેસાણામાં વધુ એક પાટીદાર નેતા સાથે છેતરપિંડી, હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે નોંધી ફરિયાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/6ead89d9d34f6f5d8245ece5869f2920168854508751474_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહેસાણામાં વધુ એક પાટીદાર નેતા સાથે છેતરપિંડીની ઘટના બની છે. દૂધ સાગર ડેરીના ડિરેક્ટર અને પાટીદાર નેતા મંગળભાઈ પટેલ સાથે ઠગાઈ થયાનો દાવો કરવામાં આવ્યો છે. મંગળભાઇ પટેલે આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે 70 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
મંગળભાઇએ કહ્યું હતું કે આશિષ પટેલ નામના વ્યક્તિ સાથે મળી તેમણે જમીન લીધી હતી અને ઉજ્જવલ હોમ્સ રહેણાંક મકાન સ્કીમની શરૂઆત કરી હતી. ત્યારે આ ભાગીદારે જાણ બહાર જ આ મકાનોનું વેચાણ કરી પૈસા લઈ લીધા હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. આ મામલે મંગળભાઈએ અમદાવાદ પોલીસ અને રેન્જ આઈજીને ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે ફરિયાદ લીધી નહોતી. જેથી તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ત્યાર બાદ હાઇકોર્ટના આદેશ બાદ નરોડા પોલીસે ફરિયાદ લીધી પરંતુ કોઇ કાર્યવાહી ના થતા પાટીદાર નેતા મુશ્કેલીમાં મુકાયા હતા. તેમનું કહેવું છે કે મારા જીવનની બધી જ કમાણીને આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરી દીધી હતી. જેના કારણે હાલમાં તેમની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઇ છે. ત્યારે આવા ઠગો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.
મહેસાણા દૂધ સાગર ડેરીના ડિરેકટર અને વિજાપુરના પાટીદાર નેતા મંગળભાઈ પટેલ સાથે ૭૦ લાખ કરતા વધુની ઠગાઈ થઇ છે. આશિષ પટેલ નામના વ્યક્તિ સાથે મળી મંગળભાઇ પટેલે જમીન લીધી અને ઉજ્જવલ હોમ્સ નામની મકાનની સ્કીમ શરૂ કરી હતી. આ ભાગીદારે મંગળભાઈની જાણ બહાર આ મકાનોનું વેચાણ કરી તમામ પૈસા લઇ લીધા હતા.મંગળભાઈ પટેલ કહેવું છે કે કોઈ પરિવાર સાથે નાણાકીય છેતરપિંડી આચરવામાં આવે અને તેને કોઈ ન્યાય ન મળે ત્યારે તે આર્થિક રીતે ભાંગી પડે છે અને આખરે આત્મહત્યા કરે છે. મારી પણ પરિસ્થિતિ આવી જ કાંઇક છે. જો કે સરકાર આવા ઠગો સામે કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે.
કિરીટ પટેલ આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો
મહેસાણા અર્બન બેન્કના ડિરેકટર કિરીટ પટેલ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, સુસાઇડ નોટમાં કિરીટ પટેલે બે મહિલા સહિત 5 લોકોએ 2.40 કરોડની છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો
Join Our Official Telegram Channel:
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)