શોધખોળ કરો

કડી માર્કેટ યાર્ડની આજે ચૂંટણી, ભાજપ-કોંગ્રેસના કુલ 12 ઉમેદવાર મેદાને

મહેસાણા APMCની ચૂંટણી કુલ બે બૂથ પર યોજાશે. 25 ઉમેદવારોમાંથી બે કોંગ્રેસના જ્યારે 10 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મેદાને છે.

Kadi Marketyard Election: મહેસાણામાં કડી માર્કેટયાર્ડની આજે ચૂંટણી યોજાશે. ખેડૂત પેનલની 10 બેઠકની ચૂંટણીને લઈ ભાજપના 10 અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં છે. વેપારી પેનલમાં તો ચૂંટણી પહેલા જ ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. તો સહકારી ખરીદ- વેચાણ પેનલમાં માત્ર એક જ ફોર્મ ભરાતા પાંચ ઉમેદવાર બિનહરીફ થયા. મહેસાણા APMCની ચૂંટણી કુલ બે બૂથ પર યોજાશે. 25 ઉમેદવારોમાંથી બે કોંગ્રેસના જ્યારે 10 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મેદાને છે. જ્યારે બાકીના 13 ઉમેદવારે ભાજપના મળેલા મેન્ડેડ પ્રમાણે 10 ઉમેદવારને ટેકો જાહેર કર્યો. તો ખેડૂત પેનલમાંથી 12 ઉમેદવાર કડી માર્કેટ યાર્ડની ચૂંટણીના મેદાનમાં છે. કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા 69 મંડળીઓના સભાસદો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી ખેડૂત પેનલના ઉમેદવારોને વિજય બનાવશે.

આજે કડી એપીએમસીની ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં  દિગ્ગજ આગેવાનો અને અગ્રણીઓને પડતા મુકાતા કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે સંભવિત ઉમેદવારો પૈકી 6થી વધુ દિગ્ગજ અને સ્થાનિક અગ્રણીઓમાં નારાજગી જોવા મળી હતી. હિમાંશુભાઈ ખમાર અને ધનશ્યામભાઈ પટેલને રીપીટ કરવામાં આવ્યા છે. સહકારી ખરીદ વેચાણ સંઘમાંથી માત્ર એક જ ફોર્મ નિતીન પટેલનું ભરાતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે . જ્યારે 15 બેઠકોમાંથી પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ખેડૂત પેનલની 10 ઉમેદવારોને લઈચૂંટણી યોજવા જઈ રહી છે.

છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન કડી માર્કેટ યાર્ડમાં ચાલી રહ્યું છે. જ્યારે અનેક વખત સમરસ કડી માર્કેટ યાર્ડ થયું છે, પરંતુ આ વર્ષે ચૂંટણી યોજવા જઈ રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી

Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?

Fee Hike: GMERS કૉલેજોમાં ફી વધારા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, ગરીબનો દીકરો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા થાય

Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Gujarat Politics: શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Fee Hike: GMERS કૉલેજોમાં ફી વધારા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, ગરીબનો દીકરો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા થાય
Fee Hike: GMERS કૉલેજોમાં ફી વધારા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, ગરીબનો દીકરો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા થાય
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  
ફોન ખોવાઇ ગયો છે તો શોધવામાં મદદ કરશે સરકાર, આ પોર્ટલ પર આપવી પડશે આ જાણકારી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા

Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Embed widget