શોધખોળ કરો
Advertisement
મહેસાણા નગરપાલિકાના કૉંગ્રેસના સાત સભ્યો ભાજપમાં જોડાયા
મહેસાણા નગરપાલિકામાં કૉંગ્રેસના સાત સભ્યઓએ કેસરિયો ધારણ કર્યો હતો. નીતિન પટેલે તમામ સભ્યોને ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા હતા.
મહેસાણા: મહેસાણા નગરપાલિકામાં કૉંગ્રેસના સાત સભ્યઓએ કેસરિયો ધારણ કર્યો હતો. નીતિન પટેલે તમામ સભ્યોને ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા હતા. પાટીદાર અનામત આંદોલનનું એપી સેંટર ગણાતા મહેસાણા પાલિકામાં પાટીદાર આંદોલન બાદ કૉંગ્રેસ સત્તામાં આવી હતી. ત્યારે હવે ફરી એકવાર મહેસાણા પાલિકા કૉંગ્રેસના હાથમાંથી સરકી જશે તેવી સ્થિતી નિર્માણ પામી છે.
કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો કે કૉંગ્રેસની આંતરિક ખેંચતાણના કારણે પાલિકાની સમિતી પણ બનાવી શકાતી ન હતી. પાલિકાનું જનરલ બોર્ડ પણ વારંવાર મુલત્વી રાખવું પડતું હતું. હવે મહેસાણા પાલિકામાં ભાજપ કૉંગ્રેસના સભ્યોનું સંખ્યાબળ 22 થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અન્ય આગેવાનો પણ ભાજપના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. મહેસાણા પાલિકામાં 44 સભ્યો છે.
કૉંગ્રેસ આગેવાનોના કેસરિયા સમયે મહેસાણાના ભાજપના સાંસદ શારદાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement