(Source: ECI/ABP News/ABP Majha)
Sabarkantha : ઇડરમાં ફટાકડાની લારીમાં અચાનક ફૂટવા લાગ્યા ફટાકડા ને મચી ગઈ નાસભાગ, જુઓ વીડિયો
બજાર વિસ્તારમાં રેસ્ટ હાઉસ આગળ ફટાકડાની લારીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ઇડર ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
સાબરકાંઠાઃ ઇડર શહેરમાં ફટાકડાની લારીમાં આગ લાગી હતી. બજાર વિસ્તારમાં રેસ્ટ હાઉસ આગળ ફટાકડાની લારીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ઇડર ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ફટાકડા વેચાણ સ્થળે ફાયરની સુવિધા ફરજીયાત હોવા છતાં અભાવ જોવા મળ્યો હતો.
Sabarkantha : ઇડરમાં ફટાકડાની લારીમાં અચાનક ફૂટવા લાગ્યા ફટાકડા ને મચી ગઈ નાસભાગ, જુઓ વીડિયો pic.twitter.com/YFaR6fcqs1
— ABP Asmita (@abpasmitatv) October 31, 2021
અન્ય એક ઘટનામાં, બનાસકાંઠામાં પાલનપુરની બજાર વચ્ચે કારમાં આગ ભભુકી હતી. દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડાની બજારો નજીક જ કારમાં આગ ભભૂકતાં અફરાતફરી મચી ગઈ હતી. કાર ચાલક કાર મૂકી બહાર ગયા અને અચાનક કાર ભડકે બળી. અચાનક કારમાં આગ ભભૂકતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી
પાલનપુર ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાસ્થળ નજીક અનેક ફટાકડાની ગેરકાયદેસર સ્ટોલ અને રેકડીઓને લઈ જાનહાનીની ભીતી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
અન્ય એક ઘટનામાં બનાસકાંઠામાં લાખણીના કુડા ગામે ઘાસચારો ભરેલ ટ્રેક્ટર ટોલીમાં આગ લાગી હતી. પશુપાલકે વેચાણથી પશુઓ માટે લઈ જઈ રહેલા ઘાસચારામાં આગ લાગી હતી. GEB વિભાગના બેદરકારીના કારણે બની ઘટના. જીવતા વીજ વાયર અડી જતા ઘાસચારો બળી ખાખ. વીજ વાયર ગામની વચ્ચે પ્રસાર થતા રોડ પર એકદમ નીચે હોવાથી ટ્રેક્ટર ટોલીમાં લાગી આગ. ગ્રામજનોએ આગ પર કાબુ મેળ્યો હતો.