Self Lockdown : ઉત્તર ગુજરાતના કયા શહેરમાં આવતી કાલથી 5 દિવસ માટે લગાવી દેવાયું સંપૂર્ણ લોકડાઉન?
મોડાસામાં કોરોનાના વધતા કહેર વચ્ચે 5 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ થાય તે માટે પાલિકા તંત્ર અને ચેમ્બર ઓફ કોમર્સ કટિબદ્ધ છે. મેડિકલ સેવા અને ફ્લોર ફેક્ટરી સિવાયના તમામ રોજગાર બંધ રહેશે.

મોડાસાઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે અનેક શહેર-ગામો દ્વારા સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર બુધવારથી રવિવાર સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.
મોડાસામાં કોરોનાના વધતા કહેર વચ્ચે 5 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ થાય તે માટે પાલિકા તંત્ર અને ચેમ્બર ઓફ કોમર્સ કટિબદ્ધ છે. મેડિકલ સેવા અને ફ્લોર ફેક્ટરી સિવાયના તમામ રોજગાર બંધ રહેશે.
શાકભાજી અને ફ્રૂટ વિતરકોનો સમય સવારે ૭ થી ૧૦ અને સાંજે ૫ થી ૮ કરાયો છે. મોડાસા શહેર સાથે સબલપુર અને ખલીકપુર પંચાયતની પણ સંમત્તિ છે. શ્રમિકો સીધા જ જે તે સાઇટ પર જવા ખાસ સૂચન, ચાર રસ્તા પર એકત્રિત નહીં થઇ શકે. પાલિકા દ્વારા રીક્ષા ફેરવીને સમગ્ર મોડાસા શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાણ કરાશે.
ટાઉન હૉલ ખાતે યોજાયેલી બેઠકમાં નાયબ જિલ્લા પોલિસ વડા ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટાઉન હોલ ખાતે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઇ . કોરોનામાં મૃત્યુ પામેલા લોકો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની સંખ્યા સ્થિર રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12820 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 12978 કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 140 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7648 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 11999 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,52,275 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499 પર પહોંચ્યો છે. જેમાંથી 747 લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.76 ટકા છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન 9, મહેસાણા 3, વડોદરા 5, ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10, જામનગર કોર્પોરેશન- 9, સુરત 3, જામનગર-5, બનાસકાંઠા 2, કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, નવસારી 0, દાહોદ 0, ખેડા 1, ગાંધીનગર કોર્પોરેશન 2, જૂનાગઢ કોર્પોરેશન 4, સાબરકાંઠા 4, ભાવનગર 7, જૂનાગઢ 5, પાટણ 3, આણંદ 0, રાજકોટ 6, વલસાડ 1, ગીર સોમનાથ 0, મોરબી 0, અરવલ્લી 0, પંચમહાલ 0, નર્મદા 0, ભરૂચ 1, અમરેલી 4, છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 3, તાપી 1, પોરબંદર 1, ડાંગ 0 અને બોટાદ 1 મોત સાથે કુલ 140 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4616, સુરત કોર્પોરેશન-1309, વડોદરા કોર્પોરેશન 497, મહેસાણા 493, વડોદરા 439, ભાવનગર કોર્પોરેશન 431, રાજકોટ કોર્પોરેશ 397, જામનગર કોર્પોરેશન- 393, સુરત 347, જામનગર-319, બનાસકાંઠા 199, કચ્છ 187, મહીસાગર 169, ગાંધીનગર 162, નવસારી 160, દાહોદ 159, ખેડા 159, ગાંધીનગર કોર્પોરેશન 155, જૂનાગઢ કોર્પોરેશન 148, સાબરકાંઠા 141, ભાવનગર 140, જૂનાગઢ 132, પાટણ 131, આણંદ 127, રાજકોટ 127, વલસાડ 125, ગીર સોમનાથ 120, મોરબી 110, અરવલ્લી 109, પંચમહાલ 108, નર્મદા 103, ભરૂચ 101, અમરેલી 99, છોટા ઉદેપુર 99, સુરેન્દ્રનગર 71, અમદાવાદ 55, દેવભૂમિ દ્વારકા 50, તાપી 49, પોરબંદર 44, ડાંગ 26 અને બોટાદ 14 સાથે કુલ 12820 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 99,41,391 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,31,820 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,25,73,211 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,272 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 36,177 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 67,368 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
