શોધખોળ કરો

Nawab Malik PC:નવાબે ફોડ્યો હાઇડ્રોજન બોંબ, દાઉદના નજીકના રિયાઝ ભાટી સાથે ફડણવીસનો શું છે સંબંધ

મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસનો મામલો હવે નકલી નોટ તરફ વળ્યો છે. આજે પ્રેસ કોન્ફરન્સ કરીને NCP નેતા નવાબ મલિકે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

Nawab Malik PC:મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસનો મામલો હવે નકલી નોટ તરફ વળ્યો છે. આજે પ્રેસ કોન્ફરન્સ કરીને NCP નેતા નવાબ મલિકે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મહારાષ્ટ્રમાં નકલી નોટોનો કારોબાર કરતા હતા. તેમના આશ્રય હેઠળ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી આ ધંધો ચાલતો હતો.

મલિકે આક્ષેપ કર્યો હતો કે 8 નવેમ્બર, 2016 ના રોજ નોટબંધી પછી, દેશમાં ઘણી જગ્યાએ નકલી નોટો પકડાઈ હતી, પરંતુ મહારાષ્ટ્રમાં આખા વર્ષમાં એક પણ કેસ નોંધાયો નથી. 8 ઓક્ટોબર 2017ના રોજ મહારાષ્ટ્રમાં દરોડામાં 14 કરોડ 56 લાખથી વધુની નકલી નોટો ઝડપાઈ હતી. દેવેન્દ્ર ફડણવીસે તે બાબતને ઢાંકવાનું કામ કર્યું હતું. દરોડો માત્ર આઠ લાખ 80 હજારનો હોવાનું કહી મામલો દબાવી દેવાયો હતો. કેસ નોંધવામાં આવ્યો અને થોડા દિવસોમાં જામીન મંજૂર કરવામાં આવ્યા. આ મામલો NIAને મોકલવામાં આવ્યો ન હતો. કારણ કે, જેઓ નકલી ચલણનું રેકેટ ચલાવતા હતા, તેમને તત્કાલિન સરકારનું રક્ષણ હતું.

એનસીપીના નેતાએ આરોપ લગાવ્યો કે, ફડણવીસે સીએમ તરીકે અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા લોકોને જ રાજકીય પદો આપ્યા હતા. તેણે મુન્ના યાદવ નામના વ્યક્તિને કન્સ્ટ્રક્શન બોર્ડનો ચેરમેન બનાવ્યો. જ્યારે તે માફિયા હતો ત્યારે તેની સામે હત્યાના ઘણા કેસ નોંધાયેલા હતા. આરોપ છે કે ફડણવીસ દાઉદના નજીકના સાથી રિયાઝ ભાટી દ્વારા ખંડણી વસૂલવાનું કામ કરી રહ્યા હતા.. જમીનમાલિકોને પકડીને લાવવામાં આવ્યા અને તમામ જમીન તેમના નામે લખાવી દેવામાં આવી. તેમના કાર્યકાળ દરમિયાન લોકોને વિદેશથી ગુંડાઓના ફોન આવતા હતા.

મલિકે કહ્યું કે, દાઉદ ઈબ્રાહિમનો નજીકનો સાથી રિયાઝ ભાટી બે પાસપોર્ટ સાથે પકડાયો હતો. બે પાસપોર્ટ સાથે પકડાયેલ માણસને બે દિવસમાં જામીન મળી જાય છે. તેઓ ભાજપના કાર્યક્રમોમાં દેખાતા હતા. સીએમ દેવેન્દ્ર ફડણવીસના ડિનર ટેબલ પર જોવા મળ્યો હતો.  એટલું જ નહીં રિયાઝ ભાટી ફડણવીસના આશીર્વાદ લઈને જ વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

નવાબ મલિકે કહ્યું કે જ્યારે નકલી ચલણનો મામલો સામે આવ્યો ત્યારે સમીર વાનખેડે જ આ મામલાની તપાસ કરી રહ્યા હતા. આ એક સંયોગ હોઈ શકે, પરંતુ સમીર વાનખેડે દેવેન્દ્ર ફડણવીસના નજીકના છે. એટલા માટે તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડીઆરઆઈએ મુંબઈમાં નકલી નોટો સામે દરોડા પાડ્યા હતા. સમીર વાનખેડે મારફત આ કેસને હળવો કરવા માટે મદદ પૂરી પાડવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget