Mann Ki Baat LIVE: મન કી બાતમાં Pm મોદી બોલ્યા, ઓર્ગેન ડોનેશનથી અનેક જિંદગીને મળ્યું નવજીવન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 26 માર્ચે 'મન કી બાત'ના 99મા એપિસોડને સંબોધિત કર્યું, શરૂઆતમાં એવા લોકો સાથે વાત કરી જેને ઓર્ગન ડોનેટથી નવ જીવન મળ્યું છે
LIVE
Background
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 26 માર્ચે 'મન કી બાત'ના 99મા એપિસોડને સંબોધિત કર્યું, આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે "મારા વ્હાલા દેશવાસીઓ, 'મન કી બાત'માં ફરી એકવાર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આ ચર્ચા શરૂ કરતી વખતે, મન અને મગજમાં ઘણી લાગણીઓ ઉભરી રહી છે. 'મન કી બાતનો આજે 99મો છે.
Man ki Baat: ભારતમાં નવી સંભાવવાના ખૂલવામાં સ્ત્રીઓની મોટી ભૂમિકા: PM મોદી
આજે ભારતની સંભાવનાઓ નવા જોશ સાથે સામે આવી રહી છે, તેમાં આપણી સ્ત્રી શક્તિનો બહુ મોટો રોલ છે. તમે એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવને સોશિયલ મીડિયા પર જોઈ હશે. વધુ એક રેકોર્ડ સર્જતા સુરેખાજી વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ મહિલા લોકો પાયલટ પણ બની છે.
આ મહિને નિર્માતા ગુનીત મોંગા અને દિગ્દર્શક કાર્તિકેય ગોન્સાલ્વેસે તેમની ડોક્યુમેન્ટ્રી 'એલિફન્ટ વ્હીસ્પરર્સ' માટે ઓસ્કાર જીતીને દેશનું નામ રોશન કર્યું છે.
ભાભા એટોમિક રિસચ સેન્ટરના વૈજ્ઞાનિક બહેન જ્યોતિર્મયી મોહંતી દ્વારા દેશ માટે વધુ એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. જ્યોતિર્મયને કેમિસ્ટ્રી અને કેમિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે IUPAC તરફથી વિશેષ પુરસ્કાર મળ્યો
Man ki Baat: PM મોદીએ કહ્યું કે, વધુમાં વધુ લોકોએ ઓર્ગેન ડોનેટનો નિર્ણય લેવો જોઇએ
સરકારે અંગદાન માટે 65 વર્ષથી ઓછી વય મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લીધો છે. આ પ્રયાસો વચ્ચે હું દેશવાસીઓને વિનંતી કરું છું કે અંગ દાતાઓએ વધુમાં વધુ સંખ્યામાં આગળ આવવું જોઈએ. તમારો એક નિર્ણય ઘણા લોકોના જીવન બચાવી શકે છે, જીવન બનાવી શકે છે.
ઝારખંડ: 63 વર્ષીય સ્નેહલતા ચૌધરીએ પોતાનું હૃદય, કિડની અને લીવરનું કર્યું હતું દાન
ઝારખંડની રહેવાસી સ્નેહલતા ચૌધરી પણ એવી જ હતી જેણે ભગવાન બનીને બીજાને જીવન આપ્યું. 63 વર્ષીય સ્નેહલતા ચૌધરીએ પોતાનું હૃદય, કિડની અને લીવરનું દાન કર્યું હતું.
PM મોદીએ કહ્યું : એક વ્યક્તિના અંગદાનથી સામાન્ય રીતે 8થી9 લોકોને નવજીવન મળે છે
મિત્રો, આધુનિક તબીબી વિજ્ઞાનના આ યુગમાં અંગદાન એ કોઈને જીવન આપવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે. એવું કહેવાય છે કે, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પછી તેના શરીરનું દાન કરે છે, ત્યારે તે 8 થી 9 લોકોને નવું જીવન મળવાની સંભાવના બનાવે છે.સંતોષની વાત છે કે, આજે દેશમાં પણ અંગદાન અંગે જાગૃતિ વધી રહી છે. વર્ષ 2013માં આપણા દેશમાં ઓર્ગન ડોનેશનના 5 હજારથી ઓછા કેસ હતા, પરંતુ 2022માં આ સંખ્યા વધીને 15 હજારથી વધુ થઈ ગઈ છે.
મિત્રો, અંગદાન માટે સૌથી મોટી લાગણી એ છે કે વિદાય લેતી વખતે પણ કોઈનો જીવ બચવો જોઈએ. અંગદાનની રાહ જોનારા લોકો જાણે છે કે રાહ જોવાની દરેક ક્ષણ પસાર કરવી કેટલી મુશ્કેલ છે. અને આવી સ્થિતિમાં જ્યારે કોઈ અંગ દાતા કે શરીર દાતા મળે છે ત્યારે તેનામાં ભગવાનનું સ્વરૂપ જ દેખાય છે.
Mann Ki Baat :આપણા દેશમાં દાનને એટલું ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે: PM મોદી
આપણા દેશમાં દાનને એટલું ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે કે લોકો બીજાની ખુશી માટે પોતાનું સર્વસ્વ દાન કરતાં અચકાતા નથી. તેથી જ આપણને નાનપણથી જ શિવ અને દધીચી જેવા શરીર દાતાઓની વાર્તાઓ કહેવામાં આવે છે.