શોધખોળ કરો

Baba Venga Prediction: ભવિષ્યવેતા બાબા વેંગાએ વર્ષ 2024 માટે કરી છે આ 7 મોટી દુર્ઘટનાની ભવિષ્યવાણી

બાબા વેંગાએ 1996માં દુનિયાને અલવિદા કહી દીધું, પરંતુ તેમના મૃત્યુ પછી પણ તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ સતત સાચી પડી રહી છે.

Baba Venga Prediction: બાબા વેંગાના નામથી દુનિયા પરિચિત છે. આ તે મહિલા છે, જેને દુનિયાને અલવિદા કીધાને  લગભગ ત્રણ દાયકા થઈ ગયા છે. પરંતુ તેમના દ્વારા કરવામાં આવતી આગાહીઓ હજુ પણ વિશ્વની દિશા નક્કી કરે છે. બાબા વેંગાએ વર્ષો પહેલા અમેરિકા પર 9/11ના હુમલા અને બ્રિટનમાં બ્રેક્ઝિટની આગાહી કરી હતી. તેમના દ્વારા 2024 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીની જાણકારી દુનિયાની સામે આવી છે, જે ખૂબ જ ખતરનાક અને ભયજનક  છે.

બાબા વેંગા અંધ મહિલા હતી, તેમને 'બાલ્કન્સનો નોસ્ટ્રાડેમસ' પણ કહેવામાં આવે છે. તેમના દ્વારા કરવામાં આવેલી 85 ટકા આગાહીઓ એકદમ સાચી સાબિત થઈ છે. કહેવાય છે કે જ્યારે તે નાની હતી ત્યારે વાવાઝોડાને કારણે તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. પરંતુ બાદ તેને ભવિષ્યમાં બનાર ઘટનાની જોવાની શક્તિ મળી.   તે બલ્ગેરિયાની રહેવાસી હતી. 1996માં 84 વર્ષની વયે તેમનું અવસાન થયું.  જો કે તેની આ શક્તિના કારણે તે આજે પણ કોઇના કોઇ પ્રકારે જીવંત છે. બાબા વેંગાએ 2024 માટે શું આગાહી કરી છે.જાણીએ..

1. પુતિનની હત્યા થઈ શકે છે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ખરાબ સમાચાર છે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે આવતા વર્ષે પુતિનના જ દેશના કોઈ વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરવામાં આવશે. ક્રેમલિન સતત પુતિનના કેન્સરને નકારી રહ્યું છે. તેમની સુરક્ષા પણ વધારવામાં આવી રહી છે.

2. યુરોપમાં આતંકવાદી હુમલા

બાબા વેંગાએ ખતરનાક હથિયારો વિશે ભવિષ્યવાણી કરી છે. તેમનો દાવો છે કે આવતા વર્ષે એક મોટો દેશ જૈવિક શસ્ત્રોનું પરીક્ષણ કરશે અથવા તે હુમલો કરશે. તેણે એવી આગાહી પણ કરી છે કે આતંકવાદીઓ દ્વારા યુરોપના અલગ-અલગ શહેરોમાં હુમલા કરવામાં આવશે.

3. વિશ્વ આર્થિક સંકટના ભયમાં છે

બલ્ગેરિયન આગાહીકાર દાવો કરે છે કે આવતા વર્ષે એક મોટી આર્થિક કટોકટી આવશે, જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પડી ભાંગશે. દેવાનું સ્તર, ભૌગોલિક રાજકીય તણાવ અને આર્થિક શક્તિઓનું પશ્ચિમથી પૂર્વ તરફ સ્થળાંતર એ કારણો પૈકી એક છે જેના કારણે આવું થઈ શકે છે.

4. પૃથ્વી પર આબોહવા કટોકટી

બાબા વેંગાએ આગાહી કરી છે કે, આવતા વર્ષે આપણે કુદરતી આફતો અને ખરાબ હવામાનની વિપરીત અસરો જોશું. વેંગાના મતે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર થશે. આ બહુ ઓછા સમય માટે થશે, પરંતુ તેના કારણે ક્લાઈમેટ ચેન્જની ભયંકર અસરો જોવા મળશે. રેડિયેશનનું જોખમ પણ રહેશે.

5. સાયબર એટેક

આવતા વર્ષે વિશ્વમાં સાયબર હુમલાનું જોખમ પણ વધવાનું છે. અદ્યતન હેકર્સ પાવર ગ્રીડ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ જેવા મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે. બાબા વેંગાએ આગાહી કરી છે કે આનાથી રાષ્ટ્રીય સ્તરે સુરક્ષા માટે ખતરો ઉભો થશે.

6. કેન્સરની સારવાર

બાબા વેંગાના મતે મેડિકલ ક્ષેત્રથી સારા સમાચાર આવી શકે છે. અલ્ઝાઈમર સહિતના અસાધ્ય રોગોની નવી સારવાર ઉપલબ્ધ થશે. તેણે એવી આગાહી પણ કરી છે કે 2024માં કેન્સરની સારવાર શક્ય બનશે.

7. ટેકનોલોજીમાં ક્રાંતિ આવશે

ભવિષ્યવેતાએ  દાવો કર્યો છે કે, આવતા વર્ષે ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં મોટી શોધ થશે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. કહેવાય છે કે આના દ્વારા સામાન્ય કોમ્પ્યુટરના ઉપયોગ કરતા વધુ ઝડપથી સમસ્યાઓ ઉકેલી શકાય છે. જો આમ થશે તો આવતા વર્ષે AIનું ક્ષેત્ર પણ વધશે.

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget