Rajkot: ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા બે કામદારોના મોત, ઝેરી ગેસની અસર થતા બની ઘટના
રાજકોટમાં બે સફાઈ કર્મચારીઓએ ભૂગર્ભ ગટરમાં ઉતરવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે.
રાજકોટ: રાજકોટમાં બે સફાઈ કર્મચારીઓએ ભૂગર્ભ ગટરમાં ઉતરવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે. ઝેરી ગેસની અસર થતા આ ઘટના બની હતી. આ ઘટનાને લઈ અધિકારીઓ દોડતા થયા હતા.
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા સમ્રાટ મેઈન રોડ પર મહાનગર પાલિકાની ભૂગર્ભ ગટરમાં બે સફાઈ કર્મચારીઓના ઝેરી ગેસની અસરના કારણે મૌત થયા છે. ફાયર ટીમે બંનેને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં ફરજ પર રહેલા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વિગતો અનુસાર અહીં કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ ગટરમાં સફાઈ કરી રહ્યા હતા. ત્યારે ગટરમાં રહેલી ઝેરીલી ગેસને કારણે તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા હતા.
મનપાની ભૂગર્ભ ગટરમાં ઉતર્યા પછી અચાનક જ ઝેરી ગેસની અસર થતા બંને બેભાન થઈ ગયા હતા. સિવિલમાં ખસેડવામાં આવતા બંનેને હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ બનાવના પગલે મનપાના અધિકારીઓ દ્વારા વિગતો મંગાવવામાં આવી છે.
Petrol-Diesel Price: ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું, ક્યારે મળશે પેટ્રોલ-ડીઝલમાં રાહત ?
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 15 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $73 આસપાસ ટ્રેડ થઈ રહી છે જ્યારે WT ક્રૂડ પ્રતિ બેરલ $67 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ભારતની સરકારી ઓઈલ કંપનીઓ કે જેઓ ક્રૂડ ઓઈલની આયાત કરે છે તે પણ ભારતીય બાસ્કેટ ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $74ની નજીક છે. જે જાન્યુઆરી 2023ની સરેરાશ કિંમત $80.92 પ્રતિ બેરલ કરતાં 8.50 ટકા ઓછી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમ છતાં સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને કોઈ રાહત આપી નથી.
મોંઘા પેટ્રોલ અને ડીઝલમાંથી ક્યારે મળશે રાહત?
વર્ષ 2022માં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં રશિયાના યુક્રેન પર હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો હતો. ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 139 ડોલરની નજીક પહોંચી ગયું હતું, જે 2008 પછી ક્રૂડ ઓઈલની સૌથી વધુ કિંમત હતી. આ તેજી બાદ સરકારી ઓઈલ કંપનીઓએ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો, ત્યારબાદ દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રૂ.100ને પાર કરી ગયા. પરંતુ રિટેલ મોંઘવારી દરમાં મોટો ઉછાળો આવ્યા બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લીટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવી પડી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન, ઉચ્ચ સ્તરેથી કાચા તેલની કિંમતોમાં પણ ઘટાડો થયો, ત્યારબાદ ભારતને રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ તેલ મળવાનું શરૂ થયું. પરંતુ હવે જ્યારે કિંમતો ઘટીને 70 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે, તો પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નથી થઈ રહ્યો. આ અંગે સરકાર પણ વિપક્ષના નિશાના પર છે. ભારત રાષ્ટ્ર સમિતિના કાર્યકારી અધ્યક્ષ કેટી રામારાવે ટ્વીટ કરીને મોંઘા પેટ્રોલ અને ડીઝલના મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે.