શોધખોળ કરો
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના કયા શહેરમાં 31 દર્દીઓનાં મોત થતાં ભળભળાટ મચી ગયો? જાણો
કોરોનાને કારણે અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં સ્થિતિ બગડતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 31 દર્દીઓના મોત નિપજ્યાં છે.
![છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના કયા શહેરમાં 31 દર્દીઓનાં મોત થતાં ભળભળાટ મચી ગયો? જાણો 31 patient death of corona in Rajkot at last 24 hours છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના કયા શહેરમાં 31 દર્દીઓનાં મોત થતાં ભળભળાટ મચી ગયો? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/13231147/corona-death.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે હાલ સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં પોઝિટિવ કેસો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. 24 રાજકોટ શહેરના, 4 ગ્રામ્યના અને 3 અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેસ થાય છે. કોવિડ મૃત્યુ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.
કોરોનાને કારણે અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં સ્થિતિ બગડતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 31 દર્દીઓના મોત નિપજ્યાં છે. જેમાં 24 રાજકોટ શહેરના, 4 ગ્રામ્યના અને 3 અન્ય દર્દીઓનો સમાવેશ થાય છે. કોવિડ મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.
નોંધનીય છે કે, હાલ રાજકોટમાં 1444 દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ રાજકોટમાં રોજ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસોમાં સતત વધારો થતાં દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. જે આજથી સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. બપોર બાદ તમામ દુકાનો બંધ રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે.
રવિવારે સુરત કોર્પોરેશનમાં 175, અમદાવાદ કોર્પોરેશનમાં 151, સુરત 106, જામનગર કોર્પોરેશનમાં 99, રાજકોટ કોર્પોરેશનમાં 99, વડોદરા કોર્પોરેશનમાં 85, રાજકોટમાં 52, ભાવનગર કોર્પોરેશનમાં 39, વડોદરા-39, મહેસાણા-32, ભાવનગર-30, પંચમહાલ-30, ગાંધીનગર-29, કચ્છ-28, અમરેલી-25, અમદાવાદ-21, ભરુચ-21 અને જામનગર-21 કેસ નોંધાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)