શોધખોળ કરો

Rajkot Crime:  રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ, ત્રણ અલગ-અલગ જગ્યાએ મારપીટની ઘટના 

રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે.  એક જ દિવસમાં અલગ-અલગ જગ્યાએ તોફાની તત્વોની આતંકની ત્રણ ઘટના બની છે. શહેરના 80 ફૂટ રોડ વિસ્તારમાં ખોડિયાર ટી સ્ટોલ પર કેટલાક શખ્સોએ મારપીટ કરી હતી.

રાજકોટ: રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે.  એક જ દિવસમાં અલગ-અલગ જગ્યાએ તોફાની તત્વોની આતંકની ત્રણ ઘટના બની છે. શહેરના 80 ફૂટ રોડ વિસ્તારમાં ખોડિયાર ટી સ્ટોલ પર કેટલાક શખ્સોએ મારપીટ કરી હતી. આ મારામારી કરનાર શખ્સો પણ દુકાન ચલાવે છે. દારૂ પીને મારપીટ કરી હોવાનો આરોપ છે. હાલ તો પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

બીજી ઘટના શહેરના ગાંધીગ્રામમાં સામે આવી છે. અહીં ઈકો કારમાં આવેલા ચારથી પાંચ શખ્સે દિલીપભાઈ સોલંકીના ઘર પર કાચની સોડા- બોટલના ઘા કરવામાં આવ્યા હતા. જેને લઈને  દિલીપભાઈએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. આ તરફ શનિવારી બજારમાં આવારા તત્વોએ આતંક મચાવ્યો હતો. કેટલાક તોફાનીઓ પોલીસ જેવી લાકડી લઈ બજારમાં રૌફ જમાવતા નજરે પડ્યા. ન માત્ર રૌફ જમાવ્યો પણ નાના વેપારીઓને ગાળો ભાંડી વેપાર ધંધા પણ બંધ કરાવ્યા હતા. 

તોફાનીઓના આ આંતકને કોઈ જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતા. તોફાનીઓના આ આંતકનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે. હવે સવાલ એ છે કે તોફાનીઓની પોલીસ ક્યારે શાન ઠેકાણે લાવશે. 

રાજકોટ હાઇવે પર સ્કૂટર રેલિગ સાથે અથડાતા સર્જાયો અકસ્માત

રાજકોટના જેતપુર નેશનલ હાઇવે પર  કાગવડ નજીક સ્કૂટર પર જતાં યુવકનું બેલેન્સ બગડતાં અકસ્માત સર્જાયો હતો.સ્કૂટર ચાલકનું બેલેન્સ બગડતાં સ્કૂટર રેલિંગ સાથે અથડાયું હતુ . ઘટનામાં બે યુવકને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટના વીરપુર કાગવડ વચ્ચે સર્જાઇ હતી. આ યુવક સ્કૂટરમાં  જેતપુર થી ગોંડલ જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્કૂટર  રેલિંગ સાથે અથડાતા મોત થયું છે. મતૃકની ઓળખ  20 વર્ષિય જલાલ કટારીયા,  અને 18 વર્ષિ.ય  નઝીર શાહમદાર તરીકે થઇ છે. બંને મૃતકના મૃતદેહને વીરપુર સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં  વીરપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને  અકસ્માતના બનાવમાં તપાસ હાથ ધરી છે.

અકસ્માતની ઘટના બાદ રાજકોટ હાઇવે પર વીરપુર કાગવડ વચ્ચે થોડો સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોચીને ટ્રાફિક કિલયર કર્યો હતો અને આગળની તજવીજ હાથ ધરી હતી. ઘટનામાં બંને આશાસ્પદ યુવકના મોત નિપજતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget