Gujarat Coronavirus Crisis : સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 45 લોકોનાં મોત, જાણો વિગતે
શનિવારે સરકારે રાજકોટ શહેરમાં 462 નવા કેસ નોંધાયા હતા અને વધુ આઠ લોકોના કોરોનાથી મૃત્યુ થયું હતું. ગઈકાલે 177 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
રાજકોટ: રાજ્યમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી ઉથલો માર્યો છે. શનિવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 5011 કેસ નોંધાયા હતા. ત્યારે રાજકોટ (Rajkot)માં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે. તેની વચ્ચે કોવિડ હોસ્પિટલ (Covid Hospital)માં કોરોનાની સારવાર લઈ રહેલા 45 લોકોનાં આજે મૃત્યુ થયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. જો કે, આ મૃત્યુ કોરોના કે અન્ય કારણોસર થયું તેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે .
રાજકોટ શહેર (Rajkot City)માં 11 તારીખે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા થી 260 પોઝિટીવ કેસ આવ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 22491 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને કુલ 19530 દર્દીઓને કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
શનિવારે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, રાજકોટ શહેરમાં 462 નવા કેસ નોંધાયા હતા અને વધુ આઠ લોકોના કોરોનાથી મૃત્યુ થયું હતું. ગઈકાલે 177 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાને તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં 5 હજારથી વધારે કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં સૌથી વધુ 5011 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 49નાં મૃત્યુ થયા હતા. રાજ્યમાં આજે 2525 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 312151 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2500ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 25129 પર પહોંચ્યો છે. જેમાંથી 192 લોકો વેન્ટિલેટર પર અને 24937 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.27 ટકા છે.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
34,382 |
227 |