શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot : ભાજપના કયા મહિલા ઉમેદવાર માત્ર 11 મતોથી બન્યા વિજેતા? જાણો વિગત
રાજકોટમાં ભાજપના મહિલા ઉમેદવાર માત્ર 11 મતે વિજેતા બન્યા છે. રાજકોટના વોર્ડ નં.16માં ભાજપના રૂચિતાબેન માત્ર 11 મતે વિજેતા બન્યા છે.
રાજકોટઃ ગુજરાતની 6 મહાનગર પાલિકાઓની ચૂંટણી માટેના પરિણામો ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ ઉમેદવારો જીત પણ મેળવી ચૂક્યા છે. ત્યારે રાજકોટમાં ભાજપના મહિલા ઉમેદવાર માત્ર 11 મતે વિજેતા બન્યા છે. રાજકોટના વોર્ડ નં.16માં ભાજપના રૂચિતાબેન માત્ર 11 મતે વિજેતા બન્યા છે.
કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મત મળ્યા છે. જ્યારે ભાજપના રૂચિતાબેન જોશીને 8600 મત મળ્યા મળ્યા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.
રૂચિતા જોશીની ફાઇલ તસવીર.
છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દુનિયા
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion