શોધખોળ કરો

Rajkot: સામાન્ય વરસાદે  મહાનગરપાલિકાની પોલ ખોલી, અનેક જગ્યાએ પાણી ભરાયા

રાજકોટમાં સામાન્ય વરસાદે  મહાનગરપાલિકાની પોલ ખોલી છે. માત્ર એક ઇંચ વરસાદમાં રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે.  

રાજકોટ:  રાજકોટમાં સામાન્ય વરસાદે  મહાનગરપાલિકાની પોલ ખોલી છે. માત્ર એક ઇંચ વરસાદમાં રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે.  રાજકોટના મવડી રોડ પર આવેલા બાપાસીતારામ ચોકમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ દ્રશ્યોથી લાગી રહ્યું છે કે રાજકોટ પાલિકાનો પ્રી-મોનસૂન પ્લાન માત્ર કાગળ પર છે. રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે. 

સવારથી બપોર સુધી અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. બાદમાં પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગરમીમાંથી રાહત મેળવવા ભૂલકાંઓ ઘરમાંથી બહાર નીકળી વરસાદમાં ન્હાવાની મજા માણી હતી. શહેરના મવડીમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે.  રાજકોટના લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.

નેઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચ્યું

નેઋત્યનું ચોમાસું આજે ગુજરાતમાં પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. આગામી 24 કલાક ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ રહેશે. 48 કલાક સુધી મોન્સૂન આગળ વધી શકે છે. આગામી 3 દિવસ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.  રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 15 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નડીયાદ તાલુકામાં 1.5 ઈચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે સુરતના ઓલપાડમાં અડધો ઈચ વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. લિલીયામાં અસંખ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. ઘારીના ચલાલા પણ વરસાદ શરૂ થયો છે. લિલીયા શહેર અને આજુબાજુના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી છે.  બનાસકાંઠાના ધાનેરા તાલુકાના બોર્ડર વિસ્તારો ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લામાં કાંકરેજ, ભાભર, દિયોદર સહિત ધાનેરા તાલુકામાં પણ વરસાદનું આગમન થયું છે.

હિંમતનગર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. હિંમતનગર શહેર ઉપરાંત હિંમતનગર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે. હિંમતનગરના ખેડ, ધનપુરા,જાબુંડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ ખેડૂતો વાવેતરના આગોતરા આયોજનમાં જોતરાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ
Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Embed widget