શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા મોટા શહેરમાં ખાનગી સ્કૂલ કરવાની હિલચાલ શરૂ? સંચાલકોએ શું ઘડ્યા નિયમો ? જાણો વિગત
રાજકોટની પ્રાઇવેટ સ્કૂલોએ આગામી દિવસોમાં સ્કૂલો શરૂ કરવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.
રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ લોકડાઉ-4 ચાલી રહ્યું છે. આ લોકડાઉન 31મી મેના રોજ પૂર્ણ થવાનું છે. ત્યારે હવે દેશમાં લોકડાઉન-5 આવશે કે નહીં તેમજ આવશે તો કેવા પ્રતિબંધો હશે અને કઈ કઈ છૂટછાટ મળશે તેના પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે રાજકોટની પ્રાઇવેટ સ્કૂલોએ આગામી દિવસોમાં સ્કૂલો શરૂ કરવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.
રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલના સંચાલકો શાળા ચાલુ કરવા નિયમો ધડવાની કાર્યવાહી શરૂ કરી છે. શાળા ચાલુ કરવા કેવાં કેવાં પગલાં લઈ શકાયા તે અંગે શાળા સંચાલકોએ ચર્ચા કરી છે. વર્ગ ખંડમાં એક બેન્ચમાં એક વિદ્યાર્થી બેસાડવામાં આવે. શાળામાં ઓડ-ઇવન સિસ્ટમ લાગુ કરવાની પણ વિચારણા કરવામાં આવી છે.
એટલું જ નહીં, શાળા ટાઈમમાં ફેરફાર થઈ શકે છે. વિદ્યાર્થીને વાલીઓ જ લેવા-મુકવા આવે તેવું આયોજન કરાશે. પ્રાર્થના , એસેમ્બલી અને રિશેષ બંધ કરાશે. રવિવારે શાળા ચાલુ રાખવાને લઈ પણ ચર્ચા કરવામાં આવી હતી. એક પાળીનો સમય અંદાજે 3 કલાક આસપાસ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion