(Source: ECI/ABP News/ABP Majha)
Ram Mandir: અયોધ્યા રામ મંદિરની ઉપર લાગશે રાજકોટનો ધ્વજ દંડ, જાણો શું છે મહત્વ ને કોણ કરી રહ્યું છે તૈયાર ?
આગામી 22 જાન્યુઆરીએ ભારતમાં ફરી એકવાર અયોધ્યામાં મોટો તહેવાર મનાવાશે, 500 વર્ષ બાદ ફરી એકવાર રામલલા પોતાના ગૃહ મંદિરમાં પ્રવેશ કરશે
Ram Mandir Dhwaj Dand News: આગામી 22 જાન્યુઆરીએ ભારતમાં ફરી એકવાર અયોધ્યામાં મોટો તહેવાર મનાવાશે, 500 વર્ષ બાદ ફરી એકવાર રામલલા પોતાના ગૃહ મંદિરમાં પ્રવેશ કરશે, અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠાની ભવ્ય તૈયારીઓ દેશભરમાં ચાલી રહી છે, ઠેર ઠેરથી જુદીજુદી વસ્તુઓ બનીને અયોધ્યા પહોંચી રહી છે, ત્યારે રાજકોટમાંથી પણ એક ભવ્ય ધ્વજ દંડ બનીને અયોધ્યા રામ મંદિર માટે તૈયાર થઇ રહ્યો છે. હાલમાં સમાચાર છે કે, રાજકોટની રેન્ક વન એલૉય કંપનીમાં બનેલો ભવ્ય ધ્વજ દંડ રામ મંદિર માટે 22મી જાન્યુઆરીએ પહોંચશે. જાણો ડિટેલ્સ...
મળતી માહિતી પ્રમાણે, આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે રાજકોટમાં બનેલો ધ્વજ દંડ ત્યાં લાગશે, આ માટે ધ્વજ દંડનુ કામ ચાલુ છે. અયોધ્યા રામ મંદિરનો 5.5 ટન વજનનો ધ્વજ દંડ રાજકોટમાં બન્યો છે. આ 45 ફૂટનો ધ્વજ દંડ ત્યાં 161 ફૂટ ઊંચા રામલાના મંદિર પર લાગશે, આને બનાવવા માટે 1200 આરપીએમ પર ફરતા મશીનમાં કાસ્ટિંગ કરવામાં આવ્યું છે. સેન્ટ્રીફ્યૂગલ ડાયકાસ્ટિંગનો ઉપયોગ કરીને આ ભવ્ય ધ્વજ દંડને બનાવવામાં આવ્યો છે.
ખાસ વાત છે કે, આ ધ્વજ દંડ રાજકોટ નજીક આવેલા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાં રેન્ક વન એલોઇ નામની ફેક્ટરીમાં બનાવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારના મિશ્રણ વિના કૉપર અને ઝીંકનો ઉપયોગ કરી આ મુખ્ય ધ્વજ દંડને બનાવવામાં આવ્યો છે, આ ઉપરાંત તેની સાથે 21 ફૂટના 6 નાના દંડ બનાવવામાં આવ્યા છે. રાજકોટના શાપર વેરાવળમાં રેન્ક વન એલોય નામની બેટરીના માલિક રાજેશભાઈ મણવરને આ ધ્વજ દંડ બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો.
અમદાવાદમાં બની રહ્યો છે અયોધ્યા રામ મંદિર માટેનો ધ્વજ સ્તંભ
મહત્વનું છે કે, 22 જાન્યુઆરી 2024ની તૈયારીઓ શોરજોરથી શરૂ થઇ ચૂકી છે, રાજકોટ ઉપરાંત અમદાવાદમાં એક ભવ્ય ધ્વજ સ્તંભ બનાવવાનું કામ ચાલુ છે. અયોધ્યાના રામ મંદિરનો ધ્વજ સ્થંભ અમદાવાદમાં પણ બની રહ્યા છે. શ્રી અબિકા એન્જિનિયરિંગ વર્કસ કંપની આ ધ્વજ સ્થંભનુ નિર્માણ કાર્ય કરી રહી છે. એક મુખ્ય ધ્વજ સ્થંભ સહિત સાત ધ્વજ ધ્રુવ છે, જેનું વજન 5,500 કિલો છે,