Crime: સુરતના વરાછા હત્યાની ઘટનાનો થયો પર્દાફાશ, માત્ર 2 રૂપિયા માટે ચલાવ્યું હતુ ચપ્પુ, જાણો શું હતી ઘટના
Crime:સુરતના વરછામાં થયેલી હત્યાના મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. અહીં માત્ર નજીવી બાબતે ચપ્પુ ચલાવતા બંને સગાભાઇએ એક યુવકની હત્યા કરી દીધી હતી. વરાછા પોલીસે બંનેની ધરપકડ કરી છે.
Crime:સુરતના વરછામાં થયેલી હત્યાના મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. અહીં માત્ર નજીવી બાબતે ચપ્પુ ચલાવતા બંને સગાભાઇએ એક યુવકની હત્યા કરી દીધી હતી. વરાછા પોલીસે બંનેની ધરપકડ કરી છે.
સુરતના વરછા વિસ્તારમાં ચપ્પુના ઘા મારનાર સગા બે ભાઈઓની વરાછા પોલીસે ધરપકડ કરી છે.માત્ર બે રૂપિયાની બાબલમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. પાનના ગલ્લા પર થયેલ બાબલમાં સામ સામે હુમલો કરવામાં આવ્યો હતો.સિગારેટના પૈસા બાબતે બાબલ થતા બંને સગા ભાઇઓએ ક યુવકને ચપ્પુ મારી દીધું. ઘાયલ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે દુર્ભાગ્યવસ યુવકને બચાવી શકાયો નહી અને તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પહેલા 10 આરોપીની ધરપકડ થઇ ચૂકી છે.
‘સવારે પાંચ વાગ્યે મારા ઘરે આવ્યા ને આચર્યું દુષ્કર્મ’, મહિલાએ પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
સુરતઃ સુરતમાં પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં 42 વર્ષીય મહિલાએ પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પીડિત મહિલાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પૂર્વ પીએસઆઇ ડીએચ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ટિફિન સર્વિસનું કામ કરતી હતી ત્યારે પૂર્વ પીએસઆઇ ડીએચ વાઘેલાના સંપર્કમાં આવી હતી. દરમિયાન એક દિવસ સવારે પાંચ વાગ્યે ડીએચ વાઘેલા મારા ઘરે આવ્યા હતા અને મારા પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી તેમણે મને આ વાતની જાણ કોઇને કરશે તો કેસ કરવાની અને જોઇ લેવાની ધમકી આપી હતી. બાદમાં બદનામીના ડરથી મહિલાએ તે સમયે આ ઘટનાની જાણ કોઇને કરી નહોતી પરંતુ બાદમાં તેણે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ બાદ લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી હતી.
દાહોદમાં એક ભાઈએ બીજા ભાઈની કરી હત્યા
દાહોદના ગરબાડાના પાટીયાઝોલમાં કૌટુંબીક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી છે. 62 વર્ષીય આધેડની ભાઈએ જ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. ધારદાર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. પ્રેમસંબંધને પગલે આધેડની હત્યા કરાઈ હોવાની આશંકા છે. ગરબાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે.
ગુજરાતમાં ખનન માફિયાની દાદાગીરી દિવસે દિવસે વધી રહી છે, સામાન્ય માણસ જ નહીં પણ હવે તો પોલીસની ટીમ પણ પણ હુમલો થવાની ઘટના ઘટી રહી છે. હાલમાં જ સુરેન્દ્રનગરમાં પેટ્રૉલિંગ પર ગયેલી પોલીસ ટીમ પર ખનન માફિયાઓએ એકાએક હુમલો કરી દેતા પોલીસકર્મી ઘાયલ થયા છે. આ પછી પોલીસે તમામની શોધખોળ શરૂ કરી દીધી છે.
માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનનાં જામવાડી ગામે પોલીસ ટીમ પર ઉપર હુમલો થયો છે. જ્યારે પોલીસકર્મી પેટ્રૉલિંગ ફરજ ઉપર હતો તે દરમિયાન જ ખનન માફિયાઓએ હુમલો કરી દીધો હતો. ખનન માફિયાઓ થાનના જામવાડી વિસ્તારમાંથી કાર્બોસેલની ટ્રક છોડાવીને ભાગી છૂટ્યા હતા, જોકે, બાદમાં પોલીસની ટીમ આ વિસ્તારમાં આ ખનીજ ચોરી પકડવા અને આવી ઘટનાને થતી અટકાવવા માટ પેટ્રૉલિંગમાં ગઇ હતી, તે સમયે જ 11 શખ્સોએ અચાનક પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ શખ્સોએ પહેલા પોલીસકર્મીને માર માર્યો હતો, અને બાદમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પોલીસ કર્મીએ થાન પોલીસ સ્ટેશનમાં ખનન માફિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે