Surat: AAP છોડીને ભાજપમાં ગયેલા 5 કોર્પોરેટરે કેમ માગવું પડ્યું પોલીસ રક્ષણ 3 કોર્પોરેટરને 24 કલાક બંદોબસ્ત અપાયો
આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હોવાથી આપના કાર્યકરોમાં રોષ ભભૂકી રહ્યો છે.
![Surat: AAP છોડીને ભાજપમાં ગયેલા 5 કોર્પોરેટરે કેમ માગવું પડ્યું પોલીસ રક્ષણ 3 કોર્પોરેટરને 24 કલાક બંદોબસ્ત અપાયો Aam Aadmi Party corporators of Surat Municipal Corporation are being harassed for fear of attack on themselves. Surat: AAP છોડીને ભાજપમાં ગયેલા 5 કોર્પોરેટરે કેમ માગવું પડ્યું પોલીસ રક્ષણ 3 કોર્પોરેટરને 24 કલાક બંદોબસ્ત અપાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/13/e098431ae5afc8dde1f7188d72190a89_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ સુરતમાં ભાજપમાં જોડાયેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પોતાના પર હુમલાની બીક સતાવી રહી છે. આ કારણે આમ આદમી પાર્ટીના પક્ષપલટુ કોર્પોરેટરોએ પોલીસ બંદોબસ્ત માગ્યો છે. થોડા સમય અગાઉ આપ છોડી ભાજપમાં સામેલ થનાર પાંચ કોર્પોરેટરોને હવે હુમલો થવાની બીક સતાવી રહી છે. જેને લઈ આ પાંચેય પક્ષપલટુ કોર્પોરેટરોએ પોલીસ બંદોબસ્ત માંગ્યો છે.
આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હોવાથી આપના કાર્યકરોમાં રોષ ભભૂકી રહ્યો છે. આ કારણે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ સુરક્ષા માગતાં સરથાણા અને કાપોદ્રા ખાતે સુરક્ષા માટે પોલીસ ગોઠવાઈ છે.
સરથાણામાં આપ પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા એક કોર્પોરેટર માટે બે શીફટમાં બે પોલીસકર્મીઓ સોસાયટીની બહાર તૈનાત કરાયા છે. આવી જ રીતે કાપોદ્રા પોલીસની હદમાં મહિલા કોર્પોરેટરની સુરક્ષા માટે 24 કલાકમાં 3 શીફટમાં બબ્બે પોલીસકર્મીને તૈનાત કરાયા છે. ઉપરાંત ચોકબજાર પોલીસની હદમાં મહિલા કોર્પોરેટરને ત્યાં પણ 24 કલાક માટે 3 શીફટમાં 3 પોલીસકર્મી તૈનાત કરાયા છે. જેમાં એક મહિલા પોલીસકર્મી પણ બંદોબસ્તમાં રહેશે. આ સિવાય અમરોલી પોલીસની હદમાં બે કોર્પોરેટરો રહે છે. જો કે તેઓ હાલમાં લગ્નપ્રસંગ હોવાથી બહારગામ છે. આથી પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો નથી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે દાવો કર્યો કે બાળકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો છે.
પાકિસ્તાનના 49 વર્ષના સાંસદે 18 વર્ષની સ્કૂલમાં ભણતી છોકરી સાથે નિકાહ પઢ્યાં, એક્ટ્રેસને તલ્લાક આપીને તરત લગ્ન કરી લીધાં...
Unique Health ID: આરોગ્ય સેતુ એપની મદદથી જનરેટ કરો ‘યૂનિક હેલ્થ ID નંબર’, આ રીતે જોઈ શકશો તમારો હેલ્થ રેકોર્ડ
Jaya Ekadashi 2022: જયા એકાદશીએ આ ઉપાય કરવાથી મળે છે વિશેષફળ, વિષ્ણુની સાથે લક્ષ્મીજીને આ રીતે કરો અભિષેક, ધનપ્રાપ્તિના બનશે યોગ
Jobs: આ યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન, સિનિયર આસિસ્ટન્ટ સહિત અનેક પદો પર નીકળી ભરતી, 12મું પાસ કરી શકે છે અરજી
સુરતમાં જંગલરાજઃ યુવકે એકતરફી પ્રેમમાં છોકરીને રસ્તા વચ્ચે રોકીને ગળું કાપીને કરી નાંખી હત્યા, લોકો તમાશો જોતાં રહ્યાં.....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)