Surat: સુરત પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતે તો રેન્જ આઈજી તરીકે પ્રેમવીર સિંહે ચાર્જ સંભાળ્યો
સુરત: છેલ્લા 74 દિવસથી ચાલી રહેલી ચર્ચાઓ અને અટકળોનો આખરે અંત આવ્યો છે અને સુરત શહેરના તેમના પોલીસ કમિશનર મળી ગયા છે. સુરત પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે.
સુરત: છેલ્લા 74 દિવસથી ચાલી રહેલી ચર્ચાઓ અને અટકળોનો આખરે અંત આવ્યો છે અને સુરત શહેરના તેમના પોલીસ કમિશનર મળી ગયા છે. સુરત પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે. તમને જણાવી દઈએ કે, 74 દિવસથી સુરત શહેર પોલીસ કમિશ્નર વિના ચાલી રહ્યું હતું. શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળતી જઈ રહી હતી. આ વચ્ચે ચૂંટણી પંચની દરમ્યાનગીરી બાદ ગૃહ વિભાગ દ્વારા આપીએસ અધિકારીઓની બઢતી અને બદલીને ઓર્ડરો કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સુરત જિલ્લા રેન્જ આઈજી તરીકે પ્રેમવીર સિંહ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો હતો. જ્યારે શહેર પોલીસ કમિશ્નર તરીકે અનુપસિંહ ગેહલોતની નિયુક્તિ કરવામાં આવી હતી. નોંધનિય છે કે, અનુપમસિંહ ગેહલોત વડોદરા સીપી તરીકે કાર્યરત હતા. જેમની બદલી કરી સુરત શહેર પોલીસ કમિશ્નર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
માર્ચમાં અજય તોમર સેવા નિવૃત થતાં સુરત શહેર પોલીસ કમિશ્નરની જગ્યા ખાલી પડી હતી હતી. 74 દિવસ સુધી શહેર પોલીસ કમિશનર વિના ચાલી રહ્યું હતું. શહેરમાં ઉપરાછાપરી હત્યા,લૂંટ,ચોરી જેવી ઘટનાઓ બની હતી. જે ક્રાઈમની ઘટનાઓ વચ્ચે આજે વિધિવત રીતે અનુપમસિંહ ગેહલોતે શહેર પોલીસ કમિશ્નર તરીકેની કમાન સંભાળી છે. આ દરમિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધી હતી.
અનુપમસિંહ ગેહલોતનું નિવેદન
આજે સરકારના હુકમથી ચાર્જ સંભાળ્યો છે. શહેરમાં શાંતિ સલામતી જળવાય તેવા પ્રયાસ રહેશે. ટીમ વર્ક સાથે પ્રજાની સેવા કરીશું. કોઈ કસર બાકી રાખીશું નહી. સુરત દેશમાં સૌથી વિકસ્તુ શહેર છે. અહીં ઘણા બધા પડકારો છે. અહીં ટ્રાફિકની સમસ્યાઓ છે,જે ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. ફરિયાદીઓના ફરિયાદનું નિરાકરણ ઝડપી થાય તેવા પ્રયાસ રહેશે. અલગ અલગ વિસ્તાર મુજબ પોલીસ માટે અલગ અલગ પડકારો હોય છે.
સુરત આર્થિક ઇકોનોમિક તરીકે ઓળખાય છે. અહીં અનેક પ્રકારમાં પડકારો છે. ફ્લોટિંગ પ્રકારના ક્રાઈમ પોલીસ માટે પડકારો છે. શહેરમાં ક્રાઈમ ભલે વધ્યું પણ ડિટેક્શન રેસિયો વધારે છે. લોકસભાની ચૂંટણી હાલ પોલીસ માટે મહત્વની છે. સુરક્ષિત અને આત્મવિશ્વાસ ભર્યો માહોલ ઉભો કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની લઈ શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા પાર પાડવામાં આવશે. સુરત શહેરની ભૌગોલિક પરિસ્થિતિ રેલ માર્ગ,એર માર્ગે અને રોડ માર્ગ કનેક્ટિવિટી સાથે જોડાયેલી છે. અમારા માટે સૌથી વધુ ચેલેનીંજગ લોકસભાણી ચૂંટણી રહેશે
નવનિયુક્ત પોલીસ કમિશ્નર અનુપસિંહ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,હાલ લોકસભાની ચૂંટણી પોલીસ માટે મહત્વની છે.જેના પગલે શહેરમાં સુરક્ષિત અને આત્મવિશ્વાસ ભર્યો માહોલ ઉભો કરવામાં આવશે. સુરત પોલીસનો હંમેશા અભિગમ રહ્યો છે કે પ્રજાની સેવા અને સુરક્ષા જળવાય રહે. મીડિયાની પણ એક મહત્વની ભૂમિકા રહેલી છે. લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્નો રહેશે.