સી.આર પાટીલ પાસે આઠ કરોડ રૂપિયાની માંગી હતી ખંડણી, વીડિયો જાહેર કરી શું લગાવ્યા હતા આક્ષેપ?
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ વિરુદ્ધ પાસેથી આઠ કરોડ રૂપિયાની ખંડણી માંગનાર એક વ્યક્તિની ધરપકડ કરી હતી
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ વિરુદ્ધ પાસેથી આઠ કરોડ રૂપિયાની ખંડણી માંગનાર એક વ્યક્તિની ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પાસેથી 8 કરોડની ખંડણી માંગનારની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. 2 દિવસ પહેલા ભટાર રોડ પર રહેતા ભાજપ કાર્યકર્તા સની નિલેશભાઇ ઠક્કરે સુરત ક્રાઇમ બ્રાંચમાં જીનેન્દ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને તેમના એક માણસે 80 કરોડ ચાઉં કર્યાનો આક્ષેપ આરોપીએ કર્યો હતો.
આરોપી જીનેન્દ્ર શાહ પર વીડિયો વાયરલ કરી ખંડણી માંગવાનો આરોપ છે. પોલીસે આરોપી જીનેન્દ્રના ત્રણ દિવસના રિમાંડ મેળવ્યા હતા. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી જીનેન્દ્ર શાહે 30 ઓગસ્ટ 2022ના રોજ વીડિયો વાયરલ કરી સીઆર પાટીલ ઉપર આક્ષેપ કર્યો હતો કે તેમણે વિધાનસભા ચૂંટણીમાં 80 કરોડ ઉઘરાવી પાર્ટી ફંડમાં જમા કરાવ્યા ન હતા. આ માત્ર એક ચૂંટણીની રકમ નથી. સાથે આરોપીએ ભાજપ અને પાટીલ વિરુદ્ધ અપશબ્દો પણ કર્યા હતા. સાથે જ 80 કરોડમાંથી પાટીલ પાસે જીનેન્દ્ર શાહે 8 કરોડની ખંડણી માંગી હોવાના આક્ષેપ સાથે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો
રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત, ભાવનગરમાં અને વડોદરમાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યા જીવ
Netweb Technologies IPO: નેટવેબ ટેક્નોલોજિસ આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ, સ્ટોક 89% પ્રીમિયમ પર થયો લિસ્ટ