શોધખોળ કરો

Netweb Technologies IPO: નેટવેબ ટેક્નોલોજિસ આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ, સ્ટોક 89% પ્રીમિયમ પર થયો લિસ્ટ

કંપનીનો આઈપીઓ 17 જુલાઈથી 19 જુલાઈ સુધી રોકાણકારો માટે ખુલ્લો હતો. કંપનીએ આ IPO દ્વારા રૂ. 631 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી હતી. કંપનીએ આ માટે રૂ. 206 કરોડનો નવો ઈશ્યુ જારી કર્યો હતો.

Netweb Technologies IPO: આજે આ Netweb Technologiesનો IPO શેરબજારમાં શાનદાર લિસ્ટિંગ થયું છે. રોકાણકારો આ સ્ટોકમાં શાનદાર નફો મળ્યો છે. 500 રૂપિયાન ઇસ્યૂ ભાવની સામે આ સ્ટોક એનએસઈ પર 947 રૂપિયાના ભાવે લિસ્ટ થયો છે જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર આ સ્ટોક 942.50 ના ભાવે લિસ્ટ થયો છે. આમ આ સ્ટોકમાં રોકાણકારોને ઇસ્યૂ પ્રાઈસથી અંદાજે 89-90 ટકા જેટલો નફો મળ્યો છે. 

નેટવેબ ટેક્નોલોજીસનો IPO

કંપનીનો આઈપીઓ 17 જુલાઈથી 19 જુલાઈ સુધી રોકાણકારો માટે ખુલ્લો હતો. કંપનીએ આ IPO દ્વારા રૂ. 631 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી હતી. કંપનીએ આ માટે રૂ. 206 કરોડનો નવો ઈશ્યુ જારી કર્યો હતો.

19મી જુલાઈના રોજ સબ્સ્ક્રિપ્શનના છેલ્લા દિવસ સુધીમાં આ ઈસ્યુ 90.36 વખત સબસ્ક્રાઈબ થયો હતો. BSE ડેટા અનુસાર, તેને 80,04,52,380 શેર માટે બિડ મળી છે જ્યારે 88,58,630 શેર ઓફર પર છે. આ હેઠળ, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) ભાગ 228.91 વખત સબસ્ક્રાઇબ થયો હતો. બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) ભાગ 81.81 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો અને છૂટક રોકાણકારોનો ભાગ 19.15 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. 

IPO નો હેતુ

કંપની આ IPO દ્વારા તાજા ઈશ્યુમાંથી રૂ. 32.3 કરોડના મૂડી ખર્ચનો ઉપયોગ કરશે. તે જ સમયે, લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રૂ. 128.02 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે કંપની લોન ચૂકવવા માટે 22.5 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

સુપર કોમ્પ્યુટર નિર્માતા નેટવેબ ટેકની શરૂઆત વર્ષ 1999માં થઈ હતી. કંપની હાઇ-એન્ડ કમ્પ્યુટિંગ સોલ્યુશન્સ (HCS) પ્રદાન કરતી ભારતની અગ્રણી કંપનીઓમાંની એક છે. નેટવેબ ટેકના 3 સુપર કોમ્પ્યુટર વિશ્વના ટોપ-500 સુપર કોમ્પ્યુટરમાં 11 વખત પસંદ કરવામાં આવ્યા છે. નેટવેબના મુખ્ય વ્યવસાયો સુપરકોમ્પ્યુટિંગ/એચપીસી સિસ્ટમ્સ, પ્રાઈવેટ ક્લાઉડ અને એચસીઆઈ, એઆઈ સિસ્ટમ્સ અને એન્ટરપ્રાઇઝ વર્કસ્ટેશન્સ છે.

હાઇ-એન્ડ કમ્પ્યુટિંગ સોલ્યુશન્સ (HCS) સુપરકોમ્પ્યુટિંગ સિસ્ટમ્સ, પ્રાઇવેટ ક્લાઉડ અને HCI (હાયપર-કન્વર્જ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર), ડેટા સેન્ટર સર્વર્સ, AI સિસ્ટમ્સ અને એન્ટરપ્રાઇઝ વર્કસ્ટેશન્સ અને HPS (હાઇ-પર્ફોર્મન્સ સ્ટોરેજ) માં ભારતની અગ્રણી OEM પૈકીની એક સોલ્યુશન્સ પ્રદાન કરે છે. તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ફરીદાબાદ, હરિયાણામાં છે. તે IT અને સુપરકમ્પ્યુટિંગ વગેરેમાં R&D સંબંધિત સરકારી સંસ્થાઓને સેવાઓ પણ પૂરી પાડે છે. 

કંપનીના નાણાકીય સ્વાસ્થ્યની વાત કરીએ તો તેનો નફો સતત વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 માં, તેનો ચોખ્ખો નફો રૂ. 3.91 કરોડ હતો, જે આગામી નાણાકીય વર્ષમાં વધીને રૂ. 8.23 ​​કરોડ, નાણાકીય વર્ષ 2022માં રૂ. 22.45 કરોડ અને પછી નાણાકીય વર્ષ 2023માં વધીને રૂ. 46.94 કરોડ થયો હતો.

નેટવેબ ટેક IPO

IPO: 17 થી 19 જુલાઈ સુધી ખુલ્યો હતો

પ્રાઇસ બેન્ડ: રૂ 475-500/શેર

લોટ સાઈઝ: 30 શેર

લઘુતમ રોકાણઃ રૂ. 15000

સબ્સ્ક્રિપ્શન: 90.55 ગણું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget