શોધખોળ કરો
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી, 24 કલાકમાં વાપીમાં 8 તો પારડી-7 ઈંચ વરસાદ ખાબક્યો
ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 7 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં વરસાદની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વાપીમાં ખાબક્યો છે. વાપીમાં 8 ઈંચ, પારડીમાં 7 ઈંચ, કપરાડામાં 6 ઈંચ, ઉમરગામમાં 6 ઈંચ, વલસાડમાં 5 ઈંચ અને ધરમપુરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે હાલ પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી હોવાથી NDRFની 15 ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે.
વધુ વાંચો





















