શોધખોળ કરો

Surat: MCD ના પરિણામોએ બતાવી દીધું, બીજેપીને આમ આદમી પાર્ટી હરાવી શકે છે: ગોપાલ ઈટાલિયા

સુરત: દિલ્લી MCD માં આમ આદમી પાર્ટીને ભવ્ય જીત મળી છે.  તમને જણાવી દઈએ કે, છેલ્લા 15 વર્ષથી એમસીડીમાં બીજેપીની સત્તા હતી. હવે આમ આદમી પાર્ટીએ 134 બેઠક જીતી બીજેપીના વિજય રથને રોક્યો છે.

સુરત: દિલ્લી MCD માં આમ આદમી પાર્ટીને ભવ્ય જીત મળી છે.  તમને જણાવી દઈએ કે, છેલ્લા 15 વર્ષથી એમસીડીમાં બીજેપીની સત્તા હતી. હવે આમ આદમી પાર્ટીએ 134 બેઠક જીતી બીજેપીના વિજય રથને રોક્યો છે. આ જીત બદલ આમ આદમી પાર્ટી દિલ્લીથી લઈને ગુજરાત સુધી ઉજવણી કરી રહી છે.  તો બીજી તરફ સુરતમાં ગોપાલ ઈટાલિયાએ એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા વિજયને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, મહામંત્રી મનોજ સોરઠીયા અને અલ્પેશ કથીરીયા હાજર રહ્યા હતા.  આ અવસરે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, એક નાની પાર્ટીએ મોટી પાર્ટીને હરાવી છે. આ જીત માટે તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું. આપ રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી રહી છે.
દિલ્લી MCD ના પરિણામો એ સાબિત કરી બતાવ્યું છે કે બીજેપીને હરાવી શકાય છે.

ગોપાલ ઈટાલિયાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આવતીકાલના પરિણામ પણ બતાવશે કે બીજેપીને રોકવામાં આપ સક્ષમ છે. આવતીકાલે ગુજરાતની જનતા પ્રેમ વરસાવશે. ગુજરાતની જનતાએ રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે. જે આવતીકાલે સાબિત થશે. સર્વેમાં આપને 20% વોટ શેર મળ્યા છે.

અલ્પેશ કે કુમાર ભાઈ નહીં વરાછાની જનતા જીતશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે. ગુજરાતમાં સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે.  સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.

આજે સુરતમાં વરાછા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ  એબીપી અસ્મિતા સાથે વાત કરી. જેમાં તેણે જીતનો દાવો કરી કહ્યું, કોઈ ટેન્શન નથી. વરાછાની બેઠક જીતીએ છીએ. આ ઉપરાંત તેમણે કહ્યું 2017માં જે માહોલ હતો તેના કરતા વિપરીત માહોલ છે, 2017માં પણ પાસ સમીતિમાં સક્રિય હતી ત્યારે અમે કહેતા ભાજપ વિરુધ્ધ વોટ કરો પણ  2022માં લોકો કહે છે વોટ તો અલ્પેશને આપીશું. પરિણામમાં અલ્પેશ કે કુમાર ભાઈ નહીં વરાછાની જનતા જીતશે.

સટ્ટા બજારમાં ભાજપના પ્રચંડ બહુમતના સંકેત

મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.

સુરતમાં ભાજપને કેટલી સીટ મળશે

સટ્ટોડીયાઓના મતે સુરત શહેરની 12 પૈકી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા છે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની 54 પૈક્કી ભાજપના ફાળે 40-42 બેઠકો આવવાની શક્યતા છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક, અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે.  આ ઉપરાંત સટ્ટાબજારમાં ખંભાળિયા બેઠક પર લાગી રહ્યો છે સૌથી વધુ સટ્ટો, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીતનો ભાવ 95 પૈસા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget