Gujarat Lockdown: રાજ્યના આ મોટા શહેરમાં પરપ્રાંતિયોનું પલાયન, રોજની 100 બસોથી જઈ રહ્યા છે માદરે વતન
Gujarat Lockdown News: રાજ્યમાં લોકડાઉન (Lockdown) નહીં લાદવામાં આવે તેમ મુખ્યમંત્રી અનેક વખત સ્પષ્ટતા કરી ચૂક્યા હોવા છતાં સુરતમાંથી રોજ હજારો શ્રમિકો પોતાના વતન જવા રવાના થઈ ચુક્યા છે.
સુરતઃ ગુજરાતમાં કોરોના વાયરસે કહેર (Gujarat Corona Cases) મચાવ્યો છે. રાજ્યમાં લોકડાઉન (Lockdown) નહીં લાદવામાં આવે તેમ મુખ્યમંત્રી અનેક વખત સ્પષ્ટતા કરી ચૂક્યા હોવા છતાં સુરતમાંથી રોજ હજારો શ્રમિકો પોતાના વતન જવા રવાના થઈ ચુક્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં જ 15 હજારથી વધુ શ્રમિકોએ સુરત છોડી દીધું હોવાનો હિન્દીની અગ્રણી વેબસાઈટે અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે.
રેલવેમાં કડકાઈ વધારવામાં આવ્યા બાદ બસો પર બોજ વધ્યો છે. રોજની 100થી વધારે બસો સુરતથી એમપી-યુપી જઈ રહી છે. ગુજરાતમાં રોજી રોટી કમાવા આવેલા શ્રમિકો ફરીથી પોતાના ગામમાં જવા મજબૂર બન્યા છે. શહેરના પાંડેસરા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બસો દ્વારા શ્રમિકો પોતાના ગૃહરાજ્યમાં જઈ રહ્યા છે.
સુરતથી પોતાના વતન જતાં લોકોના કહેવા મુજબ, દરરોજ કોઈને કોઈ નવી વાત સામે આવે છે. જેના કારણે સરકાર ગમે ત્યારે લોકડાઉન લગાવી દેશે તેમ લાગે છે. શહેરમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે, ભયનો માહોલ છે તેથી અમે ગામ જઈ રહ્યા છીએ.
સુરતમાં શું કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કારણે સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં અમદાવાદ અને સુરત (Surat Corona Cases) મોખરે છે. સુરત શહેર-જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 85,451 પર પહોંચી ગઈ છે. કુલ મોતની સંખ્યા 1430 થઈ ગઈ છે.અત્યાર સુધીમાં કુલ 72,856 લોકો કોરોનાને હરાવી સાજા થઈ ચૂક્યા છે.હા લ શહેર-જિલ્લામાં કુલ 11,165 એક્ટિવ કેસ છે.
દેશમાં એક્ટિવ કેસ ધરાવતાં રાજ્યોમાં ગુજરાત 10માં ક્રમે
ગુજરાતમાં કોરોના વાયરસે (Gujarat Corona Cases) કાળો કહેર મચાવ્યો છે. તેમાં પણ અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ સૌથી ચિંતાજનક છે. શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 9541 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં ૨૬-અમદાવાદમાં ૨૫ સહિત કુલ ૯૭ના મૃત્યુ થયા હતા. ગુજરાતમાં એક્ટિવ કેસ હવે ૫૫,૩૯૮ છે જ્યારે ૩૦૪ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૨૭ હજાર એક્ટિવ કેસ હતા. આમ, ૭ દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે.
ઈમરજન્સી સેવા 108ને શું ન કરવાની રૂપાણી સરકારે આપી સૂચના, જાણો કેમ લીધો આ નિર્ણય
સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં આજથી એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન, દૂધ-શાકભાજીના ટાઈમ કરાયા નક્કી