Surat: ચૂંટણી કામગીરીની અવગણના કરનાર સરકારી કર્મચારીઓનું આવી બનશે, ચૂંટણી પંચે કરી લાલ આંખ
Lok Sabha Election 2024:ચૂંટણી પંચ દ્ધારા 1500 સરકારી કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.
Lok Sabha Election 2024: સુરતમાં ચૂંટણી કામગીરની પ્રથમ તબક્કાની તાલીમમાં હાજર ન રહેનારા 1500 કર્મચારીઓને નોટિસ મોકલવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં જિલ્લા ચૂંટણી પંચ દ્ધારા 1500 સરકારી કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.
સુરતની સાત વિધાનસભા મત વિસ્તારની પ્રથમ તબક્કાની તાલીમ 27 માર્ચથી 31 માર્ચ સુધી યોજાઇ હતી. ચૂંટણી કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા 25000 કર્મચારીઓને તાલીમ આપવાની હતી. જેમાંથી 10000 અધિકારી કર્મચારી તાલીમ માટે હાજર રહ્યા ન હતા. તેમની પાસેથી ખુલાસો માંગતા 1500 કર્મચારી યોગ્ય કારણ આપી શક્યા ન હતા. જેથી આ 1500 સરકારી કર્મચારીઓને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
અમદાવાદમાં ચૂંટણી કામગીરીમાં ના જોડાતા શિક્ષિકાની અટકાયત કરાઇ હતી
અમદાવાદના ચેનપુરમાંથી સામે આવ્યો છે. ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને પોલીસ પકડવા પહોંચી અને અટકાયત કરી હતી. ખરેખરમાં, શિક્ષિકાએ ચૂંટણી કામગીરીમાં ના જોડાતા મામલતદાર તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
ચૂંટણી કામગીરીને લઇને અમદાવાદમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ચેનપુરમાંથી એક શિક્ષિકાએ ચૂંટણી કામગીરીને લઇને મોટી કાર્યવાહી કરાઇ છે, ચૂંટણીના કામમાં ના જોડાતા શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાની પોલીસે અટકાયત કરી છે, અટકાયત કર્યા બાદ પોલીસ મહિલા શિક્ષિકા હિનલ પ્રજાપતિને મામલતદાર કચેરી લઇ ગઇ હતી. મામલતદારના હૂકમના આધારે શિક્ષિકાની પોલીસે અટકાયત કરી છે. જવાબદારી બાદ BLOની કામગીરીમાં ન જોડાતા હુકમ થયો હતો. ચૂંટણીની કામગીરી પરિપત્ર મુજબ આપવાની શિક્ષિકા તરફથી માગ કરાઈ હતી.
અમદાવાદની ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને પકડવા આજે પોલીસ તેના ઘરે પહોંચી હતી. મામલતદારના હૂકમના આધારે શિક્ષિકાની ધરપકડ કરવા પોલીસ પહોંચી હતી. આ શિક્ષિકા પોતાની જવાબદારી બાદ BLOની કામગીરીમાં ન હતી જોડાઇ. શિક્ષિકાને દુરના સ્થળે કામગીરી સોંપાતા તેને ચૂંટણી કામગીરીનો અસ્વીકાર કર્યો હતો. મહિલા શિક્ષિકાની માંગને લઇને હવે વિવાદ થયો છે. પ્રાથમિક શૈક્ષિક સંઘના હોદ્દેદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.