(Source: ECI/ABP News/ABP Majha)
સુરતના મોટા ઉદ્યોગપતિ એવા સૌરાષ્ટ્રના ક્યા દિગ્ગજ પાટીદાર નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા ?
સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આણ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાની હાજરીમા સવાણી આણ આદમી પાર્ટીમાં જોડાયા હતા
સુરતઃ સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આણ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાની હાજરીમા સવાણી આણ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સિસોદિયાએ મહેશ સવાણી ને આપ માં આવકાર આપ્યો હતો. મહેશ સવાણી પાટીદાર આગેવાન અને સમાજ સેવક છે. મહેશ સવાણીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી સેંકડો દીકરીએનાં લગ્ન કરાવ્યા છે. કોરોના કાળમાં સૌરાષ્ટ્રમાં જનરેટર પહોંચાડી મહેશ સવાણીએ સેવા બજાવી છે.
સુરતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રવિવારે સવારે સાત વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
સિસોદિયાના સ્વાગત માટે આપના નેતા પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહ્યા હતા.
સોસિદિયા એરપોર્ટથી આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. સિસોદિયાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે લોચા અને સેવ ખમણીનો સુરતી નાસ્તો કર્યો હતો. એ પછી તેમણે આપના નેતાઓ સાથે મિટિંગ કરી હતી. આ બેઠકમાં સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ભંડેરી હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં મોટી જવાબદારી સોંપાય એવી ચર્ચાઓ ચાલી રહી છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પહેલાં સિસોદિયા અને સવાણી વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલિયાએ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાશે એવી જાહેરાત કરી હતી. આ પહેલાં સિસોદિયાએ કોર્પોરેશનના કોર્પોરેટરો તથા રબાદ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. મહેશ સવાણી ઉપરાંત અન્ય સામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાવાની શક્યતા સેવવામાં આવી રહી છે.